Salman Khan: બોલીવુડ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી મારવાની ધમકી મળી ચૂકી છે. જેના કારણે સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સલમાન ખાન પણ પર્સનલ બોડી ગાર્ડ હંમેશા સાથે રાખે છે અને તેની સાથે મુંબઈ પોલીસના કર્મચારી પણ હોય છે. પરંતુ આજે સલમાન ખાન સંબંધિત એક મોટી ઘટના બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઈંટરનેટની હકિકત દર્શાવતું LSD 2 ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ટ્રેલર પણ જોવું પડશે એકલામાં


સલમાન ખાનના ઘરની બહાર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. મુંબઈમાં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રવિવારે સવારે પાંચ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાઈક પર આવેલા આ લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ચૂક્યા છે. ફાયરિંગના અવાજથી અફરા તફરી મચી ગઈ હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. 


આ પણ વાંચો: Munawar Faruqui ની Web Series ફર્સ્ટ કોપીના ટીઝરે મચાવ્યો ખળભળાટ, જુઓ તમે પણ Video


સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગને લઈને જે જાણકારી સામે આવી છે તે અનુસાર આ ઘટના સવારે 5:00 વાગ્યા આસપાસની છે. બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઈક પર આવેલા બે લોકોએ ત્રણથી ચાર ગ્રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને વ્યક્તિ બાઈક પર હેલ્મેટ પહેરીને સવાર હતા જેથી તેમની ઓળખ થઈ શકી નથી. આ ઘટનાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. 


આ પણ વાંચો: Salman Khan Film: વર્ષ 2025 માં સિકંદર બની બોક્સ ઓફિસ પર ધમાકો કરશે સલમાન ખાન


સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ તપાસ કરી રહી છે. હાલ તપાસ ચાલી રહી છે કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કોણે કરાવ્યું? આ ઘટનાને ધ્યાનમાં રાખીને સલમાન ખાનના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. 


મહત્વનું છે કે સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોય તરફથી ઘણી વખત ધમકી મળી ચૂકી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોયે પોતે અને અલગ અલગ લોકો દ્વારા પણ સલમાન ખાનને ધમકી અપાવી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.