નવી દિલ્હી :બોલિવુડમાં અનેક ફિટનેસ ફ્રીક અભિનેત્રીએ છે, જેમાં મંદિરા બેદીનું નામ પણ સામેલ છે. મંદિરા હાલ માલદીવ્સમાં હોલિડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસે પોતાની તસવીર ઈન્સ્ટાગ્રા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે રેડ બિકીનીમાં નજર આવી રહી છે. મંદિરા 46 વર્ષની ઉંમરમાં એટલી ફિટ છે કે, ફોટો જોઈને ફેન્સ તેની ફિટનેસના મંત્ર પૂછે છે. ઉલ્લેખનીય છે કે, મંદિરા ગત વર્ષે દીકરા અને પતિની સાથે માલદીવમાં રજા મનાવવા ગઈ હતી. માલદીવ્સ મંદિરા ઉપરાંત અનેક સેલિબ્રિટીઝ માટે પરફેક્ટ ડેસ્ટિનેશનલ છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરાએ પોતાના દીકરાની ફોટો શેર કરતા લખ્યું કે, હું પોતાના દિવસને આનાથી વધુ સારો કેવો બનાવી શકું છું, જેમાં સૂર્યની કિરણો અને સમુદ્ર બંને સાથે છે. તેનાથી વધુ ખુશ કરનારી જગ્યા બીજે ક્યાં હશે.



મંદિરાએ પોતાની પિંક બિકીનીની તસવીર શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, જ્યારે તમે સન બેડને જ તમારુ ઘર બનાવી લો તો પાછળ વળીને જોવું મુશ્કેલ છે.


ઉલ્લેખનીય છે કે, મંદિરા ઈન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટના અનેક વીડિયોઝ શેર કરતી રહે છે. આ ઉંમરમાં પણ તે જે રીતે ઈન્ડસ્ટ્રીઝની એબ્સ ગર્લ બની રહી છે, કદાચ અન્ય કોઈ એક્ટ્રેસને આ ટાઈટલ આપવામાં આવ્યું નથી. મંદિરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો શેર કરી છે, જેમાં તેના એબ્સ અને ફિટનેસ મંત્ર અદભૂત છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :