નવી દિલ્હી: ઘણા વર્ષોથી હિંદી ફિલ્મોથી દૂર રહેનાર કોમેડી ફિલ્મોના જાણિતા નિર્દેશક પ્રિયદર્શન (Priyadarshan) ફરી એકવાર વાપસી કરવા જઇ રહ્યા છે. પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી 2003ની ફિલ્મ 2003ની ફિલ્મ 'હંગામા' આજે પણ લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દે છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, આફતાબ શિવદાસીની, અક્ષય ખન્ના અને રિમી સેને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. હવે ફરી એકવાર પ્રિયદર્શન પોતાની કોમેડી ઝોનના દર્શકોને આ ધમાકેદાર ફિલ્મની સિક્વલ ગિફ્ટ આપવાના છે. હવે પ્રિયદર્શન આ ફિલ્મના સિક્વલ 'હંગામા 2 (Hungama 2)' માટે કમર કસી ચૂક્યા છે. મંગળવારે આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરી દેવામાં આવ્યો છે. 
 
'મલાલ'થી ડેબ્યૂ કરી ચૂકેલા મીઝાન જાફરીને લીડ એક્ટર તરીકે આ ફિલ્મમાં જોવા મળશે. મીઝાન ઉપરાંત શિલ્પા શેટ્ટી કુંદ્વા, પ્રણીતા સુભાષ અને પરેશ રાવલ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં મીઝાનના પ્રણીતા અને પરેશ રાવલ સાથે શિલ્પા શેટ્ટી જોવા મળશે. તાજેતરમાં જ મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રિયદર્શને જણાવ્યું કે ''મને એક હિંદી ફિલ્મનું નિર્દેશન કરતાં છ વર્ષ થઇ ગયા છે. હવે હું સંપૂર્ણપણે કોમેડી સાથે પરત આવી ગયો છું, પરંતુ મારી ફિલ્મમાં કોઇ અશ્લીલતા ડબલ મીનિંગ અર્થ વાળી વાત હશે નહી. 'હંગામા 2' મારી બધી કોમેડીની માફ સાફ સુથરી અને પરિવારી હશે.' 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે 'હંગામા' પ્રિયદર્શનની પોતાની 1984ની મલયાલમ ફિલ્મ 'પૂચાકકોરૂ મુક્કુટી'ની રિમેક હતી. પ્રિયદર્શને કહ્યું કે 'મને ખબર છે કે હંગામા 16 વર્ષ પહેલાં આવી હતી, પરંતુ લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી. આ ઉપરાંત હું પ્રોડ્યૂસર્સ વીનસ રેકોર્ડ્સ એન્ડ ટેપ્સ સાથે એક ગજબની કેમિસ્ટ્રી શેર કરું છું. હું તેમની સાથે ઘણી સારી ફિલ્મો બનાવી છે, જેમાં 'ગરમ મસાલા' અને 'હલચલ' પણ સામેલ છે. તેમણે કહ્યું કે ''આ એક તાજી કહાની હશે. અમે નવી કોમેડી ફિલ્મને પણ 'હંગામા 2'ને શીર્ષક આપવાનો નિર્ણય કર્યો કારણ કે તેમાં મસ્તી, ધમાલ અને હંગામાનો મિજાજ એવો જ હશે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.