નવી દિલ્હી: બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar)ની દર વર્ષે લગભગ 3 થી 4 ફિલ્મો તો સિનેમાઘરોમાં રિલીઝ થતી હોય છે. એક તરફ જ્યાં તે પોતાની ફિલ્મ 'હાઉસફુલ 4'ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ પોતાની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'ના શૂટિંગમાં વ્યસ્ત ચાલી રહ્યા છે. આ દરમિયાન તેમણે પોતાની વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ નવી ફિલ્મની જાણકારી આપતાં કહ્યું કે ફિલ્મનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો છે. 


'ચેહરે'નો FIRST LOOK થયો રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે 25 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 4 (Housefull 4)' પહેલાં દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. બોક્સ ઓફિસ ઇન્ડીયના અનુસાર આ ફિલ્મને લઇને અત્યાર સુધી લગભગ 185 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'હાઉસફુલ 4 (Housefull 4)' એક મલ્ટીસ્ટાર ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર ઉપરાંત કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ભૂમિકાઓમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube