મુંબઈ : સંજય દત્તની બાયોપિક 'સંજૂ'નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. ટી-સિરીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'સંજૂ'ના પહેલા ગીતને રિલીઝ કરવામાં આ્વ્યું છે. આ ગીતને સોનુ નિગમ તેમજ સુનીધિ ચૌહાણે ગાયું છે. ગીતની શરૂઆત સંજૂના ડૃાયલોગથી થાય છે કે  "पापा को लगता है मैं गाने के साथ लिप मैच नहीं कर सकता. He is wrong, watch me."  આ ગીતમાં સંજૂ બનેલો રણબીર કપૂર મેલ અને ફિમેલ બંને અવાજમાં ગીત ગાતો જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે દવાઓની કિંમત મામલે સરકારે લઈ લીધો મોટો નિર્ણય


ફિલ્મના ટ્રેલરની શરૂઆત મજેદાર અંદાજમાં થાય છે. રણબીર કપૂર જણાવે છે કે આ ફિલ્મ તેમના જીવન પર આધારિત છે. અભિનેતા સંજય દત્તની લાઈફ પર બનેલી ફિલ્મ ‘સંજૂ’નું ટીઝર 24 એપ્રિલના રોજ રિલિઝ કરવામાં આવ્યું. આ ફિલ્મના પહેલા પોસ્ટરમાં રણબીર કપૂર સંજય દત્તે નિભાવેલા આઈકોનિક પાત્રોમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટીઝરને પણ સારો એવો પ્રતિભાવ મળ્યો છે.