નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અને વીડિયો શેયર કરતી રહે છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે સાડી પહેરીને એક્સરસાઇઝ કરતી નજરે ચડે છે. અદાએ આ વીડિયો કેન્દ્ગિય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા શરૂ કરાયેલી ફિટનેસ ચેલેન્જને સ્વીકારીને શેયર કર્યો છે. 


દુનિયામાં સૌથી વધારે પગાર લેતો CEO બન્યો આ ભારતીય, મળશે 857 કરોડ રૂ.


અદાએ ફિલ્મ '1920'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી અને તેને બેસ્ટ ડેબ્યુ એક્ટર ફિમેલનો અવોર્ડ પણ મળ્યો હતો. જોકે પછી તે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જતી રહી હતી અને તેણે અનેક સાઉથની ફિલ્મોમાં કામ પણ કર્યું છે.