Gaurav Khanna Fees For Anupamaa: ગૌરવ ખન્ના ટીવી શો 'અનુપમા'નો મુખ્ય અભિનેતા છે. શોમાં એન્ટ્રી પછી તેણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. ગૌરવ ખન્નાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે, પરંતુ તેની લોકપ્રિયતા અનુપમા સીરિલયથી મળી. ગૌરવ ખન્નાને 'અનુપમા' શોથી એટલી લોકપ્રિયતા મળી કે તે ઘર-ઘરમાં જાણીતો બની ગયો છે અને એક આદર્શ પતિનું ઉદાહરણ બની ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારથી 'અનુપમા' શોમાં ગૌરવ ખન્નાની એન્ટ્રી થઈ છે ત્યારથી શોની ટીઆરપી આકાશને આંબી રહી છે. લોકો અનુપમા અને અનુજ કાપડિયાની જોડીને ખૂબ પસંદ કરે છે. પરંતુ જ્યારથી અનુજ કાપડિયાના શોમાંથી બહાર થવાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી ચાહકો દુઃખી થઈ ગયા છે. કારણ કે લોકો અનુજ ખૂબ પસંદ કરવા લાગ્યા છે.


આ પણ વાંચો:


અમિતાભ બચ્ચનની હાલતમાં કોઈ સુધારો નહીં, એક મહિનાથી સહન કરી રહ્યા છે પીડા


રંગીલા'ના સેટ પર રામ ગોપાલ વર્માની પત્નીએ ઉર્મિલાને મારી હતી જોરદાર થપ્પડ


પુષ્પા ફિલ્મનું ટીઝર રિલીઝ, અલ્લુ અર્જુનનો લુક જોઈ ફેન્સ રહી ગયા દંગ


શોના ચાહકો અનુજ કાપડિયાની લોકપ્રિયતાથી વાકેફ છે પરંતુ શું તમે જાણો છો કે ગૌરવને 'અનુપમા'માંથી દરરોજ કેટલો પગાર મળે છે? અનુજ બનવા માટે ગૌરવ ખન્ના શોમાંથી ઘણા પૈસા લે છે. તમને જાણીને નવાઈ લાગશે! તે શોમાંથી પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા લે છે.


ગૌરવ ખન્નાની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની સંપત્તિ કરોડોમાં છે. અનુપમા પહેલા ગૌરવ ખન્ના ઘણા શો કરી ચુક્યો છે જેમાં 'મેરી ડોલી તેરે અંગના', 'યે પ્યાર ના હોગા કમ', 'તેરે બિન', 'CID', 'જીવન સાથી' જેવી સીરિયલનો સમાવેશ થાય છે.