Viral Video: 31 વર્ષમાં પહેલીવાર કાજોલે ઓન સ્ક્રીન આપ્યો Kissing સીન, વીડિયો થયો વાયરલ
Kajol Kissing Video Viral: 48 વર્ષીય કાજોલે આ વેબ સિરીઝ માટે પોતાની નો કિસિંગ પોલીસી તોડી છે. કાજોલ આ વેબ સિરીઝમાં એક વકીલની ભૂમિકા ભજવી રહી છે. આ વેબ સિરીઝમાં બે અલગ અલગ એપિસોડમાં કાજોલે બે કિસીંગ સીન આપ્યા છે. જેમાં એક તેના ઓનસ્ક્રીન પતિ સાથે છે જ્યારે બીજો તેના મિત્ર સાથે છે.
Kajol Kissing Video Viral: થોડા સમય પહેલા લસ્ટ સ્ટોરી 2માં ઓન સ્ક્રીન બોલ્ડ અને ઇન્ટીમેટ સીન આપવા બદલ એક્ટ્રેસ તમન્ના ભાટિયા ચર્ચામાં હતી. ત્યારે હવે કાજલ ઓન સ્ક્રીન કિસિંગ સીનના કારણે ચર્ચામાં આવી છે. કાજોલ તેની નવી વેબ સીરીઝમાં પોતાના કો એક્ટરને કિસ કરતી જોવા મળી છે જેને લઈને કાજલના ચાહકો પણ દંગ રહી ગયા છે. કાજોલની નવી વેબ સીરીઝ શુક્રવારે જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.
આ પણ વાંચો:
Krushna એ જણાવ્યું શા માટે ઈંસ્ટા પોસ્ટમાં ટેગ કર્યો Govinda ને, કહી દીધી મોટી વાત
OMG 2 માં પંકજ ત્રિપાઠીની એન્ટ્રી પર પરેશ રાવલે આપ્યો સણસણતો જવાબ, કહી દીધી મોટી વાત
આદિપુરુષ બાદ OMG 2 ના સીન અને ડાયલોગ પર ભડક્યા લોકો, સેંસર બોર્ડે ફિલ્મ પર લગાવી રોક
કાજોલને લઈને આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે 48 વર્ષીય કાજોલે આ વેબ સિરીઝ માટે પોતાની નો કિસિંગ પોલીસી તોડી છે. કાજોલ આ વેબ સિરીઝમાં એક વકીલની ભૂમિકા ભજવી રહી છે. આ વેબ સિરીઝમાં બે અલગ અલગ એપિસોડમાં કાજોલે બે કિસીંગ સીન આપ્યા છે. જેમાં એક તેના ઓનસ્ક્રીન પતિ સાથે છે જ્યારે બીજો તેના મિત્ર સાથે છે.
ધ ટ્રાયલ વેબ સિરીઝમાં કાજોલે જે ઇન્ટીમેટ લીપલોક સીન આપ્યા છે તેને લઈને સોશિયલ મીડિયા પર તે ચર્ચામાં આવી છે. 31 વર્ષની કારકિર્દીમાં આ પહેલી વખત છે જ્યારે કાજોલે ઓન સ્ક્રીન કિસિંગ સીન આપ્યો હોય. આ વાતને લઈને તેના ફેન્સ પણ આશ્ચર્યચકિત છે.
દિગ્દર્શક સુપર્ણ વર્માની આ વેબ સીરીઝ અમેરિકન ડ્રામા ધ ગુડ વાઈફનું હિન્દી રૂપાંતરણ છે. વેબ સીરીઝ કાજોલની આસપાસ ફરે છે. જેનો પતિ એડિશનલ જજ છે અને સેક્સ સ્કેન્ડલ અને ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ થાય છે. ત્યારબાદ કાજોલ વકીલ તરીકેની તેની કારકિર્દી ફરી શરૂ કરે છે. ત્યારબાદ તે તેના પતિને બચાવે છે.