નવી દિલ્હીઃ 'સાહો' ફિલ્મ 'બાહુબલી' સ્ટાર પ્રભાસના કારણે હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ ફિલ્મની ભરપૂર ટીકા થઈ રહી છે. હવે અધુરામાં પુરું આ બિગ બજેટ પર એક ફ્રેન્ચ ફિલ્મના દિગ્દર્શકે 'ચોરી'નો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, 'ચોરી તો સારી રીતે કરો!' ઉલ્લેખનીય છે, અગાઉ પણ અનેક હિન્દી ફિલ્મો વિદેશી ફિલ્મો પરથી બની ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રેન્ચ ડિરેક્ટર જેરોમ સાલ (Jerome Salle)એ જણાવ્યું કે, પ્રભાસની ફિલ્મ 'સાહો' તેમની ફિલ્મ 'લાર્ગો વિન્ચ' (Largo Winch)ની નકલ છે. ડિરેક્ટરે જણાવ્યું કે, સાહોના નિર્માતાઓએ ચોરી પણ અત્યંત ખરાબ રીતે કરી છે. હવે તેમણે સારો સામે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરીને એક યુદ્ધ છેડી દીધું છે. 


આ સાથે જ જેરોમે અગાઉ લખ્યું હતું કે, "મને લાગે છે કે ભારતમાં મારા માટે કારકિર્દીની સારી તક છે." આ ટ્વીટ વાયરલ થયા પછી જેરોમે વધુ ટ્વીટ કરતા જણાવ્યું કે, "એવું લાગે છે કે લાર્ગો વિન્ચની જેમ જ આ બીજી 'ફ્રીમેક' અગાઉ જેવી જ ખરાબ છે. તો મહેરબાની કરીને તેલુગુ દિગ્દર્શકો, જો તમે મારા કામની ચોરી કરો છો તો, તેને સારી રીતે તો કરો?"


બોલિવૂડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...