ભારતીય BOX OFFICE પર ફ્રોઝન 2ની ધમાલ, કરી લીધી કરોડોની કમાણી
ડિઝનીની આ એનિમેશન ફિલ્મ ભારતના બોક્સઓફિસે ત્રણ દિવસમાં જ 19.10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે
નવી દિલ્હી : ક્રિસ બક અને જેનિફર લી દિગ્દર્શિત એનિમેટેડ ફિલ્મ 'ફ્રોઝન 2 (Frozen 2)'એ ભારતીય બોક્સ ઓફિસ પર ઓપનિંગ વિકેન્ડમાં 19 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એક નિવેદન પ્રમાણે ડિઝનીની આ એનિમેશન ફિલ્મ ભારતની એવી પહેલી ફિલ્મ છે જેણે ભારતીય બોક્સ ઓફિસ પર માત્ર ત્રણ દિવસમાં 19.10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
'ફ્રોઝન 2' શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 3.35 કરોડ રૂપિયાનો અને શનિવારે તેમજ રવિવારે અનુક્રમે 7.10 કરોડ રૂપિયા અને 3.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
2013માં આવેલી ફિલ્મ ફ્રોઝનની આ સિક્વલ ભારતમાં અંગ્રેજી, હિંદી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઈ છે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....