નવી દિલ્હીઃ વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan)ની ફિલ્મ 'કુલી નંબર 1  (Coolie No 1)' શુક્રવારે રિલીઝ થઈ છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતા. પરંતુ આજે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો એક સીન ખુબ ચર્ચામાં છે. આ સીનને લીધે ફિલ્મની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ સીન ખુબ વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો મજા લઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં ફિલ્મના ગીત અને ડાન્સનો અંદાજ લોકોને 90ના દાયકાની યાદ અપાવી રહ્યો છે તો આ ફિલ્મના એક એક્શન સીન મેકર્સ માટે પોતાના પગ કુહાડી પર મારવા જેવો થઈ ગયો છે. આ સીનમાં વરૂણ ધવનને એવું કારનામુ કરતો દેખાડવામાં આવ્યો છે જે લોકોને ગળે ઉતરી રહ્યો નથી. હવે આ સીનને કારણે લોકો સોશિયલ મીડિયા પર ખુબ મજાક ઉડાવી રહ્યાં છે. જુઓ કેટલાક ટ્વીટ્સ.


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube