Gadar 2 Box Office Collection: બોલીવુડ એક્ટર સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' એ શનિવાર, 26 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. તેમ માનવામાં આવી રહ્યું હતું કે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લ 2થી ગદર 2ની કમાણીમાં ફેર પડી શકે છે. પરંતુ તે જોવા મળ્યું નહીં. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 પણ આ ફિલ્મની ગતિને રોકી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી હિન્દી હિટ ફિલ્મ
તારા સિંહને આખી દુનિયામાં પસંદ કરવામાં આવી રહ્યાં છે જેના કારણે તેની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. તારા સિંહ અને સકીનાની વાર્તાએ વિશ્વભરમાં કરોડોનો બિઝનેસ કર્યો છે. હાલમાં જ તેની 16મા દિવસની કમાણી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મે શનિવારે 13 કરોડની કમાણી કરી લીધી છે. છેલ્લા 5 દિવસથી ગદર 2ની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે શનિવારે ફિલ્મે પાછલા દિવસની સરખામણીએ કલેક્શન બમણું કર્યું છે.



હવે ફિલ્મની કુલ કમાણી 440 કરોડ થઈ ગઈ છે, તેવી અપેક્ષા છે કે રવિવારે ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર 450 ના આંકડાને પાર કરી લેશે. તે જ સમયે, વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન 575 કરોડ રૂપિયાના આંકડાને પાર કરતું જોવા મળી રહ્યું છે. ગદર 2ની વાત કરીએ તો તે 2001માં આવેલી ફિલ્મની સિક્વલ છે. ગદરની માત્ર સ્ટારકાસ્ટ તેની સિક્વલમાં જોવા મળી છે. સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.


આ પણ વાંચોઃ વેચાઈ ગયો Sushant Singh Rajput વાળો ફ્લેટ, બોલીવુડની આ જાણીતી અભિનેત્રીએ ખરીદી લીધો


સની દેઓલની ગદર 2એ 16મા દિવસે રચ્યો ઈતિહાસ
ફિલ્મને અનિલ શર્માએ ડાયરેક્ટ કરી છે. ગદર 2 ત્રીજી સૌથી વધુ કલેક્શન કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મએ દુનિયાભરમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube