Gadar 2: ગદર 2એ તોડ્યા પઠાન અને આદિપુરુષના રેકોર્ડસ, પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ
Gadar 2 Records: ગદર 2 સની દેઓલ માટે પણ ખાસ છે. કારણ કે સની દેઓલ એ ફિલ્મ બેતાબથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તેના 40 વર્ષ પછી 65 વર્ષની ઉંમરે સની દેઓલ એ પોતાની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ આપી છે. ગદર 2 એ સિનેમા ઘરમાં પહેલા દિવસે 40 કરોડનું કલેક્શન કરી લીધું છે. સાથે જ કેટલાક રેકોર્ડ પણ ગદર 2ના નામે નોંધાયા છે.
Gadar 2 Records: સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ થઈ ચૂકી છે અને સિનેમા ઘરોમાં ધમાલ મચાવી રહી છે. સની દેઓલની આ ફિલ્મ રિલીઝ થયાની સાથે કેટલાક નવા રેકોર્ડ પણ સર્જાયા છે. ગદર 2 સની દેઓલ માટે પણ ખાસ છે. કારણ કે સની દેઓલ એ ફિલ્મ બેતાબથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તેના 40 વર્ષ પછી 65 વર્ષની ઉંમરે સની દેઓલ એ પોતાની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ આપી છે. ગદર 2 એ સિનેમા ઘરમાં પહેલા દિવસે 40 કરોડનું કલેક્શન કરી લીધું છે. સાથે જ કેટલાક રેકોર્ડ પણ ગદર 2ના નામે નોંધાયા છે.
ગદર 2 ના રેકોર્ડ્સ
આ પણ વાંચો:
Rajinikanth ની 'જેલર' ફિલ્મે મચાવ્યો તહેલકો, પહેલા દિવસે જ બનાવ્યા આ પાંચ રેકોર્ડ
Adipurush On OTT: એક નહીં 2 ઓટીટી પ્લેટફોર્મ પર અચાનક આદિપુરુષ ફિલ્મ કરાઈ રિલીઝ
ઓગસ્ટ મહિનો હશે મનોરંજનથી ભરપુર, ઓટીટી પર રિલીઝ થશે બોલીવુડની 3 દમદાર ફિલ્મો
1. ગદર 2ની ઓક્યુપેંસી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ કરતાં પણ વધારે નોંધાઈ હતી.
2. ગદર 2 ને પ્રભાસની બીગ બજેટ ફિલ્મ આદિપુરુષ કરતાં પણ સારું પર્ફોર્મન્સ કર્યું. આદિપુરુષનો ઓપનિંગ કનેક્શન 32 કરોડ હતું જ્યારે સની દેઓલની ગદર 2નું કલેક્શન 40 કરોડ રહ્યું.
3. 40 કરોડના ઓપનિંગ કલેક્શન સાથે ગદર 2 વર્ષ 2023 ની બીજી સૌથી મોટી ઓપનિંગ કરનાર ફિલ્મ બની છે.
4. ગદર 2 નું એડવાન્સ બુકિંગ સિંગલ સ્ક્રીન થિયેટરમાં પઠાણના એડવાન્સ બુકિંગ કરતા પણ વધારે હતું.
5. સની દેઓલની ગદર 2 સૌથી વધારે ઓપનિંગ મેળવનાર સિક્વલ ફિલ્મ પણ બની છે. કોઈપણ ફિલ્મની સિક્વલને આટલું મોટું ઓપનિંગ નથી મળ્યું.
6. ગદર 2 સની દેઓલની કારકિર્દીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે આ ફિલ્મ વિકેન્ડ પર 100 કરોડને પાર થઈ જાય તેવી સંભાવના છે.
ગદર 2 અનિલ શર્માના ડાયરેક્શનમાં બનેલી વર્ષ 2001 માં આવેલી ગદરની સિક્વલ ફિલ્મ છે. આ સિક્વલ ફિલ્મમાં સની દેઓલ, અમીશા પટેલ, ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકાઓમાં છે. જોકે ગદરની જેમ ગદર 2 પણ લોકોનું દિલ જીતવામાં સફળ રહી છે. ગદર 2 ની ટક્કર બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ ઓ માય ગોડ 2 સાથે પણ છે.