Sunny Deol Aka Tara Singh Ameesha Patel: 2001માં આવેલી ફિલ્મ ગદર તો સૌ કોઈને યાદ જ હશે. ફિલ્મના ગીતો અને ડાયલોગ ખૂબ જ ફેમસ થયા હતા. અને હવે આ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે. સની દેઓલ ફરીથી ગદર મચાવવા માટે તૈયાર થઈ ગયા છે. પરંતુ દુશ્મન આ વખતે ખતરનાક છે. ફિલ્મના મેકર્સે લીડ સ્ટાર કાસ્ટમાં ફેરફાર નથી કર્યા. અમીષા પટેલ અને સની દેઓલ ફરી સકીના અને તારા સિંહના રોલમાં જોવા મળશે અને બંનેએ આ રોલ માટે સારી એવી ફી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સની દેઓલ અને અમીષા પટેલ વિના ગદર 2ની કલ્પના કરવી મુશ્કેલ છે. દર્શકો તેમની કેમેસ્ટ્રી ભૂલ્યા નથી. એટલે જ  ગદર 2 સાથે જોડાયેલી તસવીરો કે વીડિયોઝ તરત જ વાયરલ થઈ જાય છે. અહેવાલો પ્રમાણે સની દેઓલે ફરી એકવાર તારા સિંહનો રોલ કરવા માટે પાંચ કરોડ રૂપિયા લીધા છે.


આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો:
 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન


45 વર્ષની અમીષા પટેલ ગદર 2થી ફરી એકવાર પોતાનો જાદૂ વિખેરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસે સકીનાના રોલ માટે 2 કરોડ રૂપિયા લીધા છે.


સકીના અને તારા સિંહના દીકરા જીતેનો રોલ ફરી એકવાર ઉત્કર્ષ શર્મા નિભાવશે. ગદરનો એ નાનકડો બાળક હવે તેજ તર્રાત યુવક બની ગયો છે. તેઓ ગદરમાં 66 વર્ષના સની દેઓલની સાથે મળીને દુશ્મનોને ધૂળ ચટાડશે. જેમણે એક કરોડ રૂપિયા ફી લીધી છે.


સિમરત કૌર પણ ગદર 2માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ મેકર્સે આ માટે તેનો 80 લાખમાં સાઈન કરી છે. તો લવ સિન્હાએ પણ ગદર 2માં એન્ટ્રી લીધી છે. જેમને ફી તરીકે 60 લાખ રૂપિયા મળ્યા છે.


ગદર 2ને અનિલ શર્મા ડાયરેક્ટ કરી રહ્યા છે. જે આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની એનિમત સાથે ટક્કર લેશે.


આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ

આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube