Entertainment News: ગરીબોમાં વહેંચ્યા 95,000 ફૂડપેકેટ, Gauri Khanનો દાવો કે આ તો હજી શરૂઆત છે
ગૌરી ખાને ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ કરીને જાણકારી આપી છે
નવી દિલ્હી : ભારતમાં હવે કોરોના વાયરસ (Coronavirus)ના ભોગ બનેલા લોકોનો સત્તાવાર આંકડો 11,439 સુધી પહોંચી ગયો છે. આ કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં લોકડાઉનની સમસયસીમા 3 મે સુધી વધારી દેવામાં આવી છે પણ એના કારણે દેશમાં ગરીબોની સમસ્યા વધી ગઈ છે. જે વ્યક્તિ રોજેરોજની કમાણી પર જીવન પસાર કરે છે તેમના માટે જીવન અઘરું બની ગયું છે.
બોલિવૂડ આ જરૂરિયાતમંદ લોકોની મદદે આવ્યું છે. કોઈ પીએમ ફંડમાં ડોનેટ કરી રહ્યું છે તો કોઈ સીએમ ફંડમાં. સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સ તો લોકોને સીધી મદદ કરી રહ્યા છે. હાલમાં શાહરૂખની પત્ની ગૌરી ખાને (Gauri Khan) એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેયર કરી છે. જેમાં તેણે દાવો કર્યો છે કે લોકડાઉનમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને રોટી બેંક ફાઉન્ડેશન અને મીર ફાઉન્ડેશનની મદદથી 95,000 ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે અને આ તો શરૂઆત છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube