Preity Zinta ના હાથ પર કિસ કરવાનું રિતેશને પડ્યું ભારે, જેનેલિયાએ કર્યા આ હાલ
બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખ (Ritiesh Deshmukh) અને જેનેલિયા ડિસૂઝાની (Genelia D`Souza) જોડી બોલીવુડના પાવર કપલમાંથી એક છે. આ બંને હંમેશા તેમના બોન્ડિંગના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખ (Ritiesh Deshmukh) અને જેનેલિયા ડિસૂઝાની (Genelia D'Souza) જોડી બોલીવુડના પાવર કપલમાંથી એક છે. આ બંને હંમેશા તેમના બોન્ડિંગના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. હાલમાં જ જેનેલિયાએ એક રમૂજી વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેને જોઇને તમે પણ તમારું હસવાનું રોકી નહીં શકો.
રિતેશ જેનેલિયાનો ફની ડાન્સ
જેનેલિયા અને રિતેશનો (Genelia D'Souza Ritiesh Deshmukh) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, પ્રીતિ ઝિંટાને (Preity Zinta) ગળે મળ્યા બાદ તેના હાથ પર કિસ કરવા પર જેનેલિયા રિતેશ દેશમુખના (Genelia D'Souza Video) શું હાલ કરે છે. આ વીડિયો જોઇ તમારા ચહેરા પર પણ હાસ્ય આવી જશે.
આ પણ વાંચો:- Dupatta Style: દુપટ્ટો એક સ્ટાઈલ અનેક, અપનાવો દુપટ્ટાની આ અનોખી સ્ટાઈલ
જેનીલિયાએ લીધો બદલો
જેનેલિયા ડિસોઝા ઇન્સ્ટાગ્રામએ (Genelia D'Souza Instagram) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રમૂજી વીડિયો શેર કર્યો છે. તેણે બે વીડિયો જોડીને એક વીડિયો બનાવ્યો. આમાં, તમે જોઈ શકો છો કે આઈફા એવોર્ડ દરમિયાન, રિતેશ દેશમુખ પ્રીતિ ઝિન્ટાને ગળે મળે છે અને તેના હાથ પર કિસ કરે છે. આ સમય દરમિયાન, નજીક ઉભેલી જેનેલિયા ડિસોઝા આ બધું જુએ છે અને તેમને જોઈને તેના ચહેરા પર બનાવટી હાસ્ય લાગે છે. ત્યારબાદ આ જ વીડિઓની બીજી ક્લિપમાં, જેનીલિયા ડિસોઝાએ રિતેશ દેશમુખને (Genelia D'Souza Ritiesh Deshmukh) માર મારે છે અને તે પત્નીની આગળ હાથ જોડે છે. આ સમય દરમિયાન, 'તેરા નામ લિયા, તુઝે યાદ કિયા' ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube