પંજાબી સિંગર કમલ કહલોન અને પરમ સિંહનું ગીત ‘દારૂ બદનામ કરતી’ દિવસેને દિવસે વધુ પોપ્યુલર થતુ જાય છે. પાર્ટીઓમાં પણ હવે આ ગીત વાગવા લાગ્યું છે. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધી કરોડોવાર જોવાઈ ચૂક્યું છે. એટલું જ નહિ, આ ગીતનો ક્રેઝ યુવાવર્ગમાં વધતો જઈ રહ્યો છે. અનેક યંગસ્ટર્સે આ ગીત પર પોતાના ડાન્સ મૂવ્સ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. જેમાં હવે એક યુવતીનું નામ પણ સામેલ થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


28 લાખથી વધુ વાર જોવાયો વીડિયો
આ વીડિયો ધનશ્રી વર્મા નામના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયો છે. આ વીડિયોમાં એક યુવતી ડાન્સ કરતી નજર આવી રહી છે. ‘દારૂ બદનામ કરતી’ પર તેણે એટલો જબરદસ્ત ડાન્સ કર્યો છે કે, લોકોને તેના દરેક સ્ટેપ્સ પસંદ આવી રહ્યાં છે. 12 મેના રોજ આ વીડિયો અપલોડ કરાયો હતો. જેને અત્યાર સુધી 28 લાખથી વધુવાર જોવાયો છે. તેના પર 3000થી વધુ કોમેન્ટ્સ અને 64 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જે તેની પોપ્યુલારિટી બતાવે છે.


ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા હવે એવું માધ્યમ બની ચૂક્યું છે કે, દરેક કોઈ તેમાં જોડાવા માંગે છે. દુનિયાના અનેક યંગસ્ટર્સ તથા લોકો એવા છે, જે આ પ્લેટફોર્મ પર પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યાં છે. જે લોકોને પોતાનું ટેલેન્ટ બતાવવા કોઈ પ્લેટફોર્મ નથી મળતું, તેમના માટે આ સોશિયલ મીડિયા વરદાન જેવું લાગે છે.