Govinda એ વર્ષો પછી કર્યો ખુલાસો, અમિતાભ બચ્ચનને સપોર્ટ કરવાની મળી સજા
ગોવિંદા બોલીવુડમાં લાંબા સમયથી છે અને તેણે ઈન્ડસ્ટ્રીમાં અનેક ઉતાર ચડાવ જોયા છે જેના અંગેનો ખુલાસો હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો.
નવી દિલ્હી: ગોવિંદા (Govinda) બોલીવુડનો જાણીતો અભિનેતા છે. લાંબા સમયથી તે પોતાના દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. સમય બદલાયો છે તો ગોવિંદા પણ પોતાનો અંદાજ બદલીને OTT તરફ વળી રહ્યો છે. ગોવિંદા બોલીવુડમાં લાંબા સમયથી છે અને તેણે ઈન્ડસ્ટ્રીમાં અનેક ઉતાર ચડાવ જોયા છે જેના અંગેનો ખુલાસો હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો.
કદાચ અમિતાભને સપોર્ટ કરવાની સજા મળી
ગોવિંદા (Govinda) એ અંગ્રેજી વેબસાઈટ ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પણ ભાઈ-ભત્રીજાવાદ એટલે કે નેપોટિઝમ (Nepotism) નો ભોગ બની ચૂક્યો છે. વધુમાં કહ્યું કે મે અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) પણ સ્ટ્રગલ કરતા જોયા છે. તેઓ સ્ટેજ પર આવતા હતા અને ઈન્ડસ્ટ્રીના લોકો તેમને જોઈને જતા રહેતા હતા. મને નથી ખબર કે શું મને તેમની કરિયરને સપોર્ટ કરવાની સજા મળી રહી છે. તેમણે તેમને તો તેમાંથી આઝાદ કરી દીધા પરંતુ મને ઝકડી લીધો.
કૃષ્ણા અભિષેક વિશે કહ્યું
ગોવિંદાએ આ ઈન્ટરવ્યુમાં અંગત જીવન વિશે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા. ગોવિંદાને પૂછવામાં આવ્યું કે ધ કપિલ શર્મા શોમાં કૃષ્ણા અભિષેક તમારી મજાક કેમ ઉડાવે છે? તેના પર અભિનેતાએ કહ્યું કે હું સાચે જ નથી જાણતો કે કોણ તેની પાસે આ બધુ કરાવી રહ્યું છે. તે એક સારો છોકરો છો. આવું કરીને તે મારી છબી ખરાબ કરી રહ્યો છે. તેની પાછળ જે પણ હોય, આપણે તેને આમ કરતા જોઈ રહ્યા છીએ.
PHOTO: અભિનેત્રીની ટોપલેસ તસવીરે મચાવી જબરદસ્ત ધમાલ, અદા જોઈને ફેન્સ થયા ફિદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube