નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં ક્યારે કોનો વીડિયો વાયરલ થઈ જાય તેને પણ ખબર નથી હોતી. હાલમાં જ ગોવિંદાના ગીત આપ કે આ જાને સે.. પર ગોવિંદાના ચાહક એક કાકા સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બજીએ કર્યો જબરદસ્ત ડાન્સ. આ કાકાએ સ્ટેજ પર ડાન્સ કરીને સૌકોઈને ખૂશ કરી દીધા હતા. આ વીડિયોમાં તેઓએ 1987માં આવેલી ગોવિંદાની ફિલ્મ ‘ખુદગર્ઝ’ના ગીત ‘આપ કે આ જાને સે..’ પર પત્ની સાથે ડાન્સ કર્યો છે. તેમના આ ડાન્સના સ્ટેપ્સ જોઇને સારા સારા ડાન્સર પણ શરમાઇ જાય. ઘણા લોકોએ ફેસબુક અને ટ્વીટર પર આ વીડિયોને શેર કર્યો છે. તેમના આ ડાન્સને જોઈને રિયલ ગોવિંદાએ કહ્યું છે કે તેમણે બહુ શાનદાર રીતે ડાન્સ કર્યો છે. ગોવિંદા હાલમાં એક લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે લંડન ગયો છે અને ત્યાંથી તેણે જણાવ્યું છે કે સંજીવ શ્રીવાસ્તવ ભારે શરીર હોવા છતાં ધમાલ ડાન્સ એન્જોય કરે છે. આ એક સારી વાત છે. ગોવિંદાએ માહિતી આપી છે કે આ ગીતને વૈષ્ણો દેવીમાં માત્ર 9 કલાકમાં શૂટ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અત્યાર સુધીમાં લાખો લોકો આ ડાન્સના આ વીડિયોને જોઇ ચુક્યા છે. એકટ્રેસ રવીના ટંડન, દિવ્યા દત્તા અને સંધ્યા મેનને પણ આ વીડિયોને પસંદ કર્યો છે અને શેર કર્યો છે. 46 વર્ષના આ કાકા મધ્યપ્રદેશના વિદિશામાં રહે છે અને તેઓનું નામ સંજીવ શ્રીવાસ્તવ છે. લોકો પ્રેમથી તેઓને ડબ્બુ અંકલના નામે બોલાવે છે. તેઓ ભોપાલ પાસેની ભાભા ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં નોકરી કરે છે.


સંજીવ શ્રીવાસ્તવનું કહેવું છે કે બાળપણથી તેમને ડાન્સનો શોખ છે અને તેઓએ ઘણી ડાન્સની સ્પર્ધામાં ભાગ પણ લીધો છે અને ઇનામો પણ જીત્યા છે. ડાન્સમાં મિથુન ચક્રવર્તીને તેઓ પ્રેરણામૂર્તિ માને છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે 12 મે ના રોજ તેમના સાળાના લગ્ન પ્રસંગે તેઓએ આ ડાન્સ કર્યો હતો. આ ડાન્સ વિશે સંજીવ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મને ખબર નહોંતી ખબર કે લોકોને મારો આ ડાન્સ આટલો બધો પસંદ આવશે.