નવી દિલ્હી: સપનાઓ પુરા કરવાની કોઇ ઉંમર હોતી નથી અને આ વાતને સોમા શર્માએ સાચી કરી બતાવી છે. જી ટીવી પર એક નવો રિયાલિટી શો શરૂ થઇ રહ્યો છે. જેમાં દિલ્હીની દસ લેડીઝ અને તેમની જીંદગીના પાસાઓને બતાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે 6 ઓગસ્ટના રોજ પેજ 3 રિયાલિટી શો 'દિલ્હી ડાર્લિંગ્સ'નું ગ્રાંડ લોન્ચિંગ દિલ્હીમાં કરવામાં આવશે. આ દરમિયાન દુનિયાની સૌથી લાંબી કાર લિમોઝિનમાં બેસીને શોની સ્ટારકાસ્ટ વેન્યૂ પર પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શોમાં કંટેસ્ટેંટ બનીને દિલ્હીની સોમા શર્મા જોવા મળશે. સોમા એક હોમમેકર છે અને તેમની લાઇફની સૌથી સુંદર પળ છે કે તે એક ગ્રાંડમધર છે. આ સાથે તે પોતાનો બિઝનેસ પણ કરે છે. 



સોમા જીટીવીના શો 'દિલ્હી ડાર્લિંગ્સ'માં કંટેસ્ટેંટ બનીને ખૂબ છે. સોમાને જોઇને તમે અંદાજો પણ લગાવી પણ નહી શકો કે તે દાદી છે. એટલું જ નહી સોમા એક કેંસર સરવાઇર પણ છે જેના વિશે વાત કરતાં સોમાનું કહેવું છે કે તે ખૂબ ખરાબ સમય હતો અને તેમણે તેની સામે લડીને જીંદગીમાં વાપસી કરી છે.