ગુજરાતી સૌપ્રથમ SCI-FI ફિલ્મ, ‘શોર્ટ સર્કિટ’નું ટ્રેલર થયું રિલીઝ
ગુજરાતી ભાષાની સૌપ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ ટૂંક સમયમાં જ પડદા તમને જોવા મળશે. પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટ્રેલર ગઇકાલે લોન્ચ કરવામાં આવ્યું છે. 2019ના શરૂઆતના મહિનાના બીજા અઠવાડીયામાં આ ફિલ્મ રિલીઝ થવાની છે.
અમદાવાદ: ગુજરાતી ભાષાની સૌપ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ ટૂંક સમયમાં જ પડદા તમને જોવા મળશે. પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટ્રેલર ગઇકાલે લોન્ચ કરવામાં આવ્યું છે. 2019ના શરૂઆતના મહિનાના બીજા અઠવાડીયામાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. જો આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મના ટ્રેલરમાં એક્શન છે, રોમાન્સ છે અને સાયન્સની સાથે સાથે ફિક્શન જોવા મળી રહ્યું છે. ફૈઝલ હાશ્મીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ પહેલીવાર ગુજરાતી સિનેમના દર્શકો માટે સાયન્સ ફિક્શન સ્ટોરી લઈને આવી છે.
જો ટ્રેલરની વાત કરીએ તો એક સમય નામના એક વ્યક્તિની વાત દર્શાવવામાં આવી છે. જે સામાન્ય જિંદગી જીવી રહ્યો છે, પરંતુ અચાનક તેના જીવનમાં અચાનક વળાકં આવે છે. અને તે ભવિષ્ય જોઇ શકે છે. જેમાં તે સીમાનું મર્ડર થયુ હોય તે જોવે છે. પછી શરૂ થાય છે જિંદગી બચાવવાનો જંગ. સીમાને બચાવવાના પ્રયાસમાં સમયની સ્ટ્રગલ લાઇફ અને તેની સાથે ટેક્નોલોજીનો ઉપયોગ એટલે ફિલ્મ શોર્ટ સર્કિટ. જો કે ટ્રેલરના અંતમાં દેખાતી નોર્ધન લાઇટ્સ એક સસ્પેન્સ જરૂર ક્રિએટ કર્યું રહ્યું છે.
આ ફિલ્મના લીડ રોલમાં સમયનું પાત્ર જાણીતા રેડિયો જોકી ધ્વનિક ઠાકર નિભાવી રહ્યાં છે. તો તેની સામે હીરોઇનના લીડ રોલમાં સીમાનું પાત્ર ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ અને શું થયુંની એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયા જે એક ટીવી એન્કરનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ સાથે ડિરેક્ટર ફેઝલ હાશ્મી અને ધ્વનિત ફરી એકવાર સાથે આી રહ્યાં છે. ફિલ્મ 11 જાન્યુઆરી 2019ના રોજ રિલીઝ થશે.