`Gulabo Sitabo` Review: દિવસમાં સપનું જોનાર બે શેખચિલ્લીઓની કહાની
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને સુપરસ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ `ગુલાબો સિતાબો (Gulbo Sitabo)` આજે 12 જૂન શુક્રવારે ડિજિટલી રિલીઝ થઇ ચૂકી છે.
નવી દિલ્હી: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને સુપરસ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ની ફિલ્મ 'ગુલાબો સિતાબો (Gulbo Sitabo)' આજે 12 જૂન શુક્રવારે ડિજિટલી રિલીઝ થઇ ચૂકી છે. આ બે કલાકારોની જોડીને એકસાથે સ્ક્રીન પર જોવા માટે લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી. તો આવો અમારી સહયોગી વેબસાઇટ DNAના અનુસાર જાણીએ કે કેવી રીતે આ લખનઉના નવાબોની કહાની. કેવું છે ફિલ્મનું ડાયરેકશન અને તમારા દિલને ટચ કરી જાય છે મિર્ઝા અને બાંકીની ખટપટ...
કાસ્ટ: અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના, વિજય રાજ, બૃજેન્દ્ર કાલા, ફારૂખ જાફર, સૃષ્ટિ શ્રીવાસ્ત, ટીના ભાટીયા
નિર્દેશક: શૂજીત સરકાર
સમયગાળો: બે કલાક ચાર મિનિટ
ક્યાં જોશો: અમેઝોન પ્રાઇમ વીડિયો
રેટિંગ: 3
'ગુલાબો સિતાબો'ની કહાની
આ ફિલ્મની કહાની 78 વર્ષના લાલચી, ઝઘડાળુ, કંજૂસ અને કચકચિયા સ્વભાવના મિર્ઝા (અમિતાભ બચ્ચન)ની આસપાસ ફરે છે, જે પોતાની હવેલીને જીવથી વધુ પ્રેમ કરે છે. આ જૂની અને જર્જરિત થઇ ચૂકેલી હવેલી મિર્ઝાની પત્ની ફાતિમાની ખાનદાની સંપત્તિ છે. તેનું નામ ફાતિમ મહેલ છે. મિર્ઝા એટલો લાલચી છે અને તે પૈસા માટે હવેલીની વસ્તુઓની ચોરી કરીને તેમને વેચી નાખે છે. હવેલા માલિક બનવાની આશા રાખનાઅ મિર્ઝાને પોતાનાથી 17 વર્ષ મોટી પત્ની ફાતિમાની મરવાની રાહ છે.
આ હવેલીમાં ઘણા બધા ભાડુઆતો પણ રહે છે, તેમાંથી એક છે આપણા બાંકે રસ્તોગી (આયુષ્માન ખુરાના). બાંકે આ હવેલીના એક ભાગમાં મા અને ત્રણ બહેનો સાથે રહે છે. બાંકે ફક્ત છ ધોરણ સુધી ભણેલો છે અને એક લોટ દળવાની ઘંટી ચલાવીને પોતાનું ઘર ચલાવે છે, પરંતુ કેટલાક એવા કારણ છે કે મિઝા અને બાંકે વચ્ચે રકઝક થતી રહે છે જેના કારણે મિર્ઝા, બાંકેને બિલકુલ પસંદ કરતો નથી. મિર્ઝા અવાર નવાર બાંકેને પરેશાન નવી નવી રીત શોધતો રહે છે જેથી તે હવેલીને ખાલી કરીને જતો રહે.
શું છે ખામીઓ
પરંતુ જૂહી ચર્તુવેદીએ સ્ક્રીન પ્લેનો મોટો ભાગ આ બંનેની રકઝકને બતાવવામાં લગાવ્યો છે. પરંતુ ફર્સ્ટહાફ ખેંચવામાં આવતા એવું લાગે છે કે ફિલ્મ કંટાળાજનક લાગે છે પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે જ્યારે મિર્ઝા એક વકીલ સાથે મળીને બિલ્ડરને હવેલી વેચવાની તૈયારીએ કરી લે છે.
પરંતુ બાંકે પણ ઓછો નથી તે એલઆઇજી ફ્લેટ મેળવવાની લાલચમાં આર્કિયોલોજી વિભાગના એક અધિકારી સાથે મળીને આ પુરાતત્વ વિભાગને સોંપવાનું પ્લાનિંગ કરે છે. પરંતુ તેનો અંત શું થાય છે બાંકે અથવા મિર્ઝા કોની લાલચ પુરી થાય છે આ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube