અમદાવાદ : દરરોજ સવારે ગુંચવાયેલા વાળોને સરખા કરવા કોને પસંદ છે ? જો કે તેમ છતા પણ મહિલાઓની આ સમસ્યામાંથી રોજિંદી રીતે બે ચાર વાર પસાર થવું પડે છે. અમે અહીં જણાવી રહ્યા છઈએ કંઇ એવી સરળ ટીપ્સ જેને રાત્રે કરવાથી સવારે તમને ચમકતા, ગુચ રહિત અને લહેરાતા વાળ મળશે. 
- જો તમે ઇચ્છો છો કે સવારે વાળ એકદમ ચમકતા અને સિલ્કી રહે તો સિલ્કનાં પિલ્લોકવરને યુઝ કરો
- લેટ નાઇટ શાવર લીધા બાદ ક્યારે પણ ભીના વાળ સાથે ન સુવો, તેનાં કારણે વાળનું ટેક્સચર ખરાબ થાય છે અને મુળ નબળા પડે છે
- સવારે ઉઠીને ડ્રાઇ શેમ્પુ કરવાથી સારૂ છે કે તમે રાત્રે તેને એપ્લાઇ કરો. તેનાંથી વાળનાં મુળીયા મજબુત બનશે.
- વાળને પોષણ આપવા માટે સૌથી શ્રેષ્ટ સમય રાત્રે બેડમાં જતા પહેલાનો હોય છે. તેનાં પર હેર માસ્ક લગાવો અને શોવર કેપ પહેરો. ઘરનું હેર માસ્ક સારો ઓપ્શન છે
- જો તમારી સવાર રૂક્ષ વાળ સાથે થાય છે તો તેનાંથી વાળનું વોલ્યુંમ ઓછું જોવા મળશે. તેનાંથી બચવા માટે રાત્રે સુતા પહેલા વાળનું વોલ્યુમ વધારનાર સ્પ્રે કરો અને હાઇ પોની બાંધીને સુવો.