નવી દિલ્હીઃ એક આઠ વર્ષના બાળક અને એક સીઆરપીએફના જવાન વચ્ચે અનોખા સંબંધ પર આધારિત ફિલ્મ હામિદ હવે 15 માર્ચે રિલીઝ થશે. પહેલા આ એક માર્ચે રિલીઝ થવાની હતી. તેના નિર્માતાઓએ પુલવામામાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ તારીખ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. 


ડાયરેક્ટર એજાજ ખાને મંગળવારે એક નિદેવનમાં કહ્યું, દેશ દુખ અને અશાંતિની સ્થિતિથી પસાર થઈ રહ્યો હતો અને અમે આપણા દેશના લોકોની સાથે એક થવા ઈચ્છતા હતા. હામિદ શાંતિ, પ્રેમ અને સૌથી મહત્વપૂર્ણ વાત છે કે એકબીજાની મુશ્કેલીને સમજવા વિશે છે. અમને આશા છે કે ફિલ્મ આવા સમયમાં પ્રેમના મહત્વપૂર્ણ સંદેશને ફેલાવવામાં મદદ કરે છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર