નવી દિલ્હીઃ દેશની અવાજની રાણી લતા મંગેશકર (Lata Mangeshkar) આજે તેમનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ભારત રત્ન, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત લતા જી બાળપણથી આજ સુધી હજારો ગીત ગાઈ ચુક્યા છે. તેમનો અવાજ દેશભરના લોકો પસંદ કરે છે. લતાજીને ક્રિકેટ પસંદ છે અને તે સચિન તેંડુલકરને પોતાનો ફેવરિટ ક્રિકેટર માને છે. સચિન પણ લતાજીના ગીતને પસંદ કરે છે અને તે તેના ફેવરિટ સિંગર છે. સચિને સોશિયલ મીડિયા પર પોતાના પ્રિય લતા દીદીને ખાસ સંદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે સાંભળ્યું હતું પ્રથમ સીગ
સચિને વીડિયોમાં શુભેચ્છા આપતા જણાવ્યું કે, તેને યાદ નથી કે તેણે લતાજીનું પ્રથમ ગીત ક્યારે સાંભળ્યું હતું, પરંતુ તેને વિશ્વાસ છે કે તેણે દીદીનું પ્રથમ ગીત ત્યારે સાંભળ્યું હતું જ્યારે તે પોતાની માતાના પેટમાં હશે. આ સિવાય સચિને તે પણ યાદ છે લે લતાજીએ તેના માટે ગીત ગાયું હતું. તું જ્યાં જ્યાં રહેશે, મારો પડછાયો સાથે રહેશે. સચિને તે પણ કહ્યું કે, તે ગીત લતાજીએ તેને પોતાના હાથે લખીને ગિફ્ટ કર્યું હતું. તે તેના માટે સૌથી મોટી ગિફ્ટ છે. 



ભગવાનની સૌથી મોટી ભેટ છે લતાજી
સચિને કહ્યું, 'માત્ર આ ગીત નહીં જે રીતે તમે મને પુત્ર જેવો પ્રેમ આપ્યો છે. હંમેશા આશીર્વાદ આપ્યા છે હું ક્યારેય ભૂલિશ નહીં.' સચિને કહ્યું કે, સૌથી મોટી ભેટ ભગવાને તેને જે આપી છે તે લતા જી છે. સચિને તેમને શુભેચ્છા આપતા ભગવાન તેમને ખુશ રાખે અને સલામત રાખે તે પ્રાર્થના કરી છે. 


ખાસ પ્રેમ છે લતાજી પ્રત્યે
સચિનને હંમેશા લતાજીને ઘરેથી આમંત્રણ મળે છે. લતાજી પણ ટીમ ઈન્ડિયાની ખાસ ક્રિકેટ મેચ સચિનની સાથે જોવાનું પસંદ કરે છે. લતા અને સચિનનો પ્રેમ સમયે સમયે દેખાય છે. લતાજીના જન્મદિવસ પર સચિને એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સચિને તેમને જન્મદિવસની અઢળક શુભકામના આપી છે.