નવી દિલ્હી: સુરોની મલ્લિકા, બોલીવુડની જાણીતી ગાયીકા આશા ભોંસલે આજે તેમનો 85મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. આજના દિવસે 1933માં મહારાષ્ટ્રના એક નાના ગામ સાંગલીમાં જન્મેલી આશા ભોંસલેને ક્યારે આ વાતનો અંદાજો પણ નહીં હોય કે તેમના અવાજને એક દિવસ આખી દુનિયા સલામ કરશે. કહેવાય છે કે ને, કોઇ પણ ઝાડ ત્યારે મજબુત હોય, જ્યારે તેમના મૂડ યોગ્ય મજબુત હોય, આશા તાઇની સાથે પણ એવું જ થયું છે. પિતા દીનાનાથ મંગેશકરની ગાયિકા અને સંગીતે આશા તાઇના અંદરના કલાકારને બહાર લાવ્યો. જેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા ખુબજ નાની ઉંમરે લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાના મૃત્ય બાદ આશા પરિવારની સહાયતા કરવા માટે તેમની બહેન લતા મંગેશકર સાથે ગીતો ગાવવા લાગી હતી. આશા ભોંસલેએ તેમનું પ્રથમ ગીત 1943માં 10 વર્ષની ઉંમરે મરાઠી ફિલ્મ 'માઝા બાળા'માં 'ચલા ચલા નવ બાળા...' ગાયું હતું. તેમણે 1948માં હિન્દી ફિલ્મોમાં ગીત ગાવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ આશાએ 15થી વધારે ભાષાઓમાં ગીતો ગાયા છે. આશા ભોંસલે અત્યાર સુધીમાં 12 હજારથી પણ વધારે ગીતોને પોતાનો અવાજ આપી ચુક્યા છે. હિન્દી સિનેમાના તેમણે ‘ઝુમકા ગીરા રે’, ‘રાત અકેલી હૈ’, ‘આજા આજા’, ‘દમ મારો દમ’, ‘દિલ ચિઝ ક્યા હૈ’, જેવા ઘણા યાદગાર ગીતો આપ્યા છે. આ ઉપરાંત નેવુંના દાયકામાં ‘બાજીગર’, ‘રંગીલા’ અને ‘તાલ’ જેવી ફિલ્મોમાં ‘એઆર રહમાન’ અને ‘અનુ મલિક’ જેવા સંગીતકાર નિર્દેશકોની સાથે કામ કર્યું છે.



જ્યારે આશા તાઇએ મોટી બહેનને આપી સુરોની શિખામણ
થોડા સમય પહેલા જ આશા ભોંસલે સિંગિંગ રિયાલીટી શો ‘દિલ હે હિન્દુસ્તાની’માં ગેસ્ટ બની આવ્યા હતા. જેમાં તેમણે તેમની અને બહેન લતા મંગેશકરની સાથે વિતાવેલા પળોને શેર કર્યો હતા. આશા ભોંસલેએ કહ્યું હતું કે, હું અને દીદી જ્યારે રેકોર્ડિંગ માટે જતાં ત્યારે સિંપલ અને કોર્ટનની સાડી, હાથમાં કાંચની બંગડીઓ પહેરીને જતા હતા અને પુરૂ ધ્યાન ગીત પર આપતા હતા. દીદી લતા મંગેશકર સાથે જોડાયેલો એક કિસ્સો તેમણે કહ્યો હતો. ‘10 વર્ષ પહેલા જ્યારે દીદીએ એક ગીત ગાયું, ત્યારે મેં તેમને કહ્યું હતું કે આ ગીતમાં તમારો અવાજ સારો લાગ્યો નથી. સુર થોડા નબળા લાગી રહ્યા હતા. આ વાત સાંભળી દીદી બોલ્યા હતા કે અચ્છા, એવું? તને વધારે ખબર છે...’ બીજા દિવસે લાતા દીદી સવારમાં તાનપુરા લઇને રિયાઝ કરવા બેસી ગયા અને ત્યારબાદ તેમણે મને ફરી એ જ ગીત સંભળાવ્યું હતું. તે તેમનું તેમના સંગીતના પ્રતિ સમર્પણ છે. સાથે આશા ભોંસલેએ કહ્યું હતું કે દરેક ગીતકાર માટે રિયાઝ કરવું ખુબ જ જરૂરી હોય છે.



તમને જણાવી દઇએ કે, આશા ભોંસલે અને લતા મંગેશકર વચ્ચે ઘણા મતભેદના સમાચાર ઘણીવાર સામે આવતા હતા. પરંતુ આ બંને બહેનોની વચ્ચે હમેશા એક સમ્મનાનો સંબધ રહ્યો હતો. આશા તાઇને અત્યારસુધીમાં ફિલ્મફેયર એવોર્ડમાં 7 બેસ્ટ ફિમેલ પ્લેબેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને 2 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. આશા ભોંસલેને 2008માં તાત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટિલ દ્વારા ‘પદ્મ વિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.