નવી દિલ્લીઃ બોલીવુડના સૌથી હેન્ડસમ હંક સ્ટાર અને શાનદાર અભિનેતા હૃતિક રોશન (Hrithik Roshan) આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક્ટરે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. આજે રિતિક રોશનનો (Hrithik Roshan) જન્મદિવસ છે. તેની આગામી ફિલ્મ વિક્રમ વેધાનો (Vikram Vedha) તેનો ફર્સ્ટ લૂક આજે જ જન્મદિવસ પર રિલીઝ થવાનો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે કો સ્ટાર તરીકે જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ફિલ્મ વિક્રમ વેધાની કહાનીઃ
એક ઈન્ટરવ્યુ દરમિયાન સૈફે કહ્યું હતું કે જો તેને ફિલ્મમાં હ્રિતિક સાથે ડાન્સ કરવાનો હોત તો તેણે આ ફિલ્મ ન કરી હોત. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર ગાયત્રીએ કર્યું છે. ફિલ્મ વિશે વાત કરીએ તો, વિક્રમ વેધા એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે વિક્રમ અને વેતાલની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં તેણે એક કડક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી જે એક ખતરનાક ગેંગસ્ટરને પકડીને મારી નાખે છે. ફિલ્મમાં હ્રિતિકની સાથે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે લીડ રોલમાં છે. પુષ્કર અને ગાયત્રીએ સ્ક્રિપ્ટ લખી છે અને હવે ફિલ્મની હિન્દી રીમેકનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે 30 સપ્ટેમ્બરે મોટા પડદા પર આવશે.


સોશિયલ મીડિયા પર અભિનેતાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. રિતિક પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા રાકેશ રોશનનો (Rakesh Roshan) પુત્ર છે. એક્ટર તેની ડાન્સ સ્ટાઇલ માટે જાણીતો છે. તેને જોઈને ઘણા લોકો ડાન્સ કરવા લાગ્યા છે. બૉલીવુડ એક્ટર હૃતિક રોશન પોતાની એક્ટિંગ સિવાય ડાન્સિંગ માટે પણ જાણીતો છે. એક્ટરે 'ધૂમ', 'જોધા અખબર', 'ઝિંદગી ના મિલેગી દોબારા', 'કોઈ મિલ ગયા', 'સુપર 30' અને 'ક્રિશ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.


બહુ ઓછા લોકો જાણતા હશે કે હૃતિક રોશને પહેલીવાર છ વર્ષની ઉંમરે ફિલ્મ ‘આશા’ માં કામ કર્યું હતું અને આ ફિલ્મ 1980માં આવી હતી. આ પછી તે ‘આપ કે દીવાને’, ‘આસ-પાસ’માં જોવા મળ્યો હતો. વર્ષ 2000માં હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમીષા પટેલ લીડ રોલમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.


રિતિક પ્રીતિ ઝિન્ટા સાથે ‘તારા રમ પમ પમ’માં ડેબ્યૂ કરવાનો હતો. પરંતુ બાદમાં તેણે તેના પિતા રાકેશ રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ડેબ્યૂ કર્યું હતું. અહેવાલો અનુસાર, રાકેશ આ ફિલ્મ માટે શાહરૂખને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યું નહીં અને પછી હૃતિકે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.


‘કહો ના પ્યાર હૈ’ પછી રિતિકને 30 હજારથી વધુ છોકરીઓએ લગ્નને પ્રસ્તાવ મોકલ્યો હતોઃ
એક્ટરનું ફિમેલ ફેન બનવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ પહેલી ફિલ્મ બાદ તેને 30 હજારથી વધુ લગ્નના પ્રસ્તાવ મળ્યા. ‘કહો ના પ્યાર હૈ’ પછી હૃતિકે ક્યારેય પાછું વળીને જોયું નથી. કપિલના શોમાં હૃતિકે કહ્યું હતું કે તેને તેના માતા-પિતા દ્વારા ખૂબ માર મારવામાં આવતો હતો, ખાસ કરીને નાસ્તાના સમયે. કારણ કે મારા પિતા પરાઠા, ઈંડા, ભુરજીમાં જામ નાખતા હતા અને તેથી મારું મોં બગડતુ હતું. લગ્નના આટલાં બધા પ્રસ્તાવને જોઈને રિતિક ડરી ગયો હતો.


લગ્ન જીવનઃ
અભિનેતાએ સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેએ 2014માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પણ બંને સારા મિત્રોની જેમ સમય વિતાવે છે. આ સિવાય હૃતિકનું નામ કંગનાના કારણે પણ વિવાદોમાં હતું. અભિનેત્રીએ તેના પર અફેરમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.