Happy Birthday Karan Johar: આ કારણથી અત્યાર સુધી કુંવારા છે Karan Johar, એક તરફી પ્રેમમાં તૂટ્યું હતું દિલ
બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર(karan johar) 49 વર્ષના થઈ ગયા છે. 25 મે, 1972એ મુંબઈમાં જન્મેલા કરણ જોહર(karan johar)એ પોતાના કરિયરની શરૂઆત 17 વર્ષની ઉંમરમાં દૂરદર્શનની સીરિયલ ઈંદ્રધનુષથી કરી હતી. ત્યારે બાદ તેણે અનેક સુપરહિટ ફિલ્મો આપી. બ્લૉકબસ્ટર ફિલ્મો આપનાર કરણ જોહર(karan johar) વિશે સૌથી મોટી મિસ્ટ્રી એ છે, કે તેઓ આજ સુધી કુંવારા કેમ છે?
નવી દિલ્લીઃ બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર(karan johar) 49 વર્ષના થઈ ગયા છે. 25 મે, 1972એ મુંબઈમાં જન્મેલા કરણ જોહર(karan johar)એ પોતાના કરિયરની શરૂઆત 17 વર્ષની ઉંમરમાં દૂરદર્શનની સીરિયલ ઈંદ્રધનુષથી કરી હતી. ત્યારે બાદ તેણે અનેક સુપરહિટ ફિલ્મો આપી. બ્લૉકબસ્ટર ફિલ્મો આપનાર કરણ જોહર(karan johar) વિશે સૌથી મોટી મિસ્ટ્રી એ છે, કે તેઓ આજ સુધી કુંવારા કેમ છે? આનો જવાબ ખુદ કરણે એક શોમાં આપ્યો હતો.
કરણ જોહર(karan johar) એ કહ્યું હતું કે, ટ્વિંકલ ખન્ના(twinkle khanna) એકમાત્ર એવી મહિલા છે, જેની સાથે મને પ્રેમ થયો હતો. મે મારી આખી જિંદગીમાં માત્ર તેને જ પ્રેમ કર્યો છે. કરણ જોહર(karan johar) હાલ બે બાળકોના પિતા છે અને લગ્ન નથી કર્યા. કહેવામાં આવે છે કે કરણ જોહર(karan johar)નું લગ્ન ન કરવાનું કારણ અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના(twinkle khanna) છે.
વર્ષ 2015માં કરણ જોહર(karan johar) એ ટ્વિંકલ ખન્ના(twinkle khanna)ની બુકના લૉન્ચ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, ટ્વિંકલ જ એવી છોકરી છે જેના પ્રેમમાં તેઓ પાગલ હતા. એ સમયે બંને બોર્ડિંગ સ્કૂલમાં સાથે હતા. કરણ આજે પણ ટ્વિંકલને પોતાનું દિલ તોડવા માટે કારણ માને છે. કરણના પ્રમાણે ટ્વિંકલે તેની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં કામ કરવાની ના પાડીને તેમનું દિલ તોડી દીધું હતું. જયારે આ ફિલ્મમાં કામ કરવાની ટ્વિંકલે ના પાડી તો રાણી મુખર્જીને લેવી પડી હતી. ટીનાનું પાત્ર કરણે ટ્વિંકલ પરથી જ બનાવ્યું હતું.
અત્યાર સુધી કુંવારા રહેલા કરણ જોહર(karan johar) એ કેટલાક વર્ષો પહેલા એક ઈન્ટરવ્યૂમાં ઈચ્છા જાહેર કરી હતી કે, તેઓ એકતા કપૂર સાથે લગ્ન કરવા માંગશે. સાથે જ કહ્યું હતું કે, જો અમને બીજુ કોઈ નહીં મળે તો, અમે એકબીજા સાથે લગ્ન કરશું. જો કે આ વાત તેણે મજાકમાં કહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube