નવી દિલ્હીઃ આજે બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવનો જન્મદિવસ છે. રાજકુમાર આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શરૂઆતમાં મહેનત અને સ્ટ્રગલનો સામનો કર્યા બાદ આ મુકામ પર પહોંચનાર રાજકુમાર રાવ બોલીવુડમાં બધાનો પસંદગીનો અભિનેતા છે. તેથી તેના જન્મદિવસ પર આજે દરેક તેને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યાં છે અને તેના ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યાં છે. જોઈએ રાજકુમાર રાવને કોણે-કોણે જન્મદિવસની શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ બરેલીની બરફી કો-સ્ટાર આયુષ્માન ખુરાનાએ ટ્વીટર પર લખ્યું, 'જન્મદિવસની શુભેચ્છા રાજકુમાર રાવ!'



તેની ગર્લફ્રેન્ડ પત્રલેખાએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ લખીને રાજકુમાર રાવને જન્મદિવસની શુભેચ્છા આપી છે. સાથે તેણે રાજકુમારની એક તસવીર પોસ્ટ કરતા લખ્યું, 'જન્મદિવસ મુબારક, મારા સૌથી કિંમતી, મેરે પ્યારે રાજકુમાર રાવ. મારી ભાવનાઓને શબ્દોમાં કહેવી ખુબ મુશ્કેલ છે, વિશેષ કરીને આ પ્રકારના પ્લેટફોર્મ પર. હું તમારા માટે બીજુ કંઇ ઈચ્છતી નથી, પરંતુ તમારી જિંગદી શાંતિ, સમૃદ્ધિ, શીખ અને પ્રગતિથી ભરી રહે.'



ફરાહ ખાને પણ રાજકુમારની સાથે તે સમયનો ફની ફોટો શેર કર્યો છે, જે સમયે રાજકુમાર રાવને પગમાં ફેક્ચર થઈ ગયું હતું અને તે હોસ્પિટલમાં દાખલ હતો. સાથે ફરાહ ખાને કહ્યું, ફ્રેક્ચરમાં મારા ક્રેઝી પાર્ટનર અને મારા મિત્ર રાજકુમાર રાવને જન્મદિવસની શુભેચ્છા. તમારી સફળતા તમારા ટેલેન્ટથી વધુ હોય, જે ઘણું બધુ કહે છે.