બોલીવુડમાં બધાને પાછળ છોડીને કઈ રીતે આગળ નીકળ્યો આ સિંધી છોકરો? કેમ આજે સૌ કોઈ કરે છે વખાણ?
Happy Birthday Ranveer Singh: બોલીવુડમાં હાલ ગળાકાપ સ્પર્ધા છે એવામાં એક સિંધી છોકરો હાલ સિલ્વર સ્ક્રિન પર છવાયેલો રહે છે. અને સૌ કોઈ આ હીરોના કરે છે વખાણ
નવી દિલ્લીઃ બૉલીવુડ એકટર રણવીર સિંહનો આજે 37 જન્મદિવસ છે. રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985 મુંબઈમાં એક સિંધી હિન્દુ ફેમિલીમાં થયો હતો. એકટર સિંહ આજે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. રણવીર ને એડવર્ટાઇઝમેન્ટ રાઇટિંગથી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત ‘થી તેમને ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું અને આ ફિલ્મ સુપરહીટ રહી છે. જે બાદ રણવીર સિંહે એકથી એક ચડિયાતી ફિલ્મો આપી.
નાનપણથી એકટર બનવાનો હતો શોખ:
રણવીર સિંહનું બાળપણથી જ એકટર બનવાનું સપનું હતું. તેથી તેઓ સ્કૂલમાંથી જ પ્લે અને ડિબેટમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતુ. તે બાદ કોલેજ દરમિયાન તેઓએ ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું. રણવીર સિંહને ખબર હતી કે બોલીવુડમાં એન્ટ્રી લેવી એટલી સરળ નથી. તેથી કોમર્સ બાદ તેમણે માઇનર એકેડમીથી એક્ટિંગ કલાસીસ લેવાનું શરૂ કર્યું.
રણવીરનો પરિવાર:
રણવીરના પિતા ઉદ્યોગપતિ છે. જોકે, રણવીરના પરિવારમાં તે પહેલો એવો નથી જેણે બોલીવુડમાં કામ કર્યું છે. રણવીરના દાદી પણ હિન્દી સિનેમાની જૂની ફિલ્મોમાં કામ કરતા હતા. જોકે, રણવીરના પિતા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી આવ્યા પરંતુ રણવીરને ફિલ્મનો વારસો તેમના દાદી પાસેથી મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. બોલીવુડમાં આવ્યા પછી રણવીર સિંહ હંમેશા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. રણવીરે અભિનેત્રી દિપીકા પાદુકોણ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. રણવીર જે પણ ફિલ્મમાં કામ કરે ત્યારપછી તે ફિલ્મમાં તેણે પહેરેલા કપડાં ફેશન બની જાય છે.
રણવીરે આ ફિલ્મોમાં કર્યું કામ:
રણવીરે રામલીલા, બાજીરાવ મસ્તાની, પદમાવત, દિલ ધડકને દો, બેફિકરે, લેડીઝ વર્સિસ રિક્કી બહલ, સિમ્બા, કિલદિલ, ગુન્ડે જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેની ફિલ્મ '83' ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે, આ ફિલ્મ કપિલ દેવના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં ભારત પહેલી વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું તે બતાવવામાં આવ્યું છે.