નવી દિલ્હી: બોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી આજે (14 માર્ચ) પોતાની જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તે 45 વર્ષના થયા છે. બોલીવુડમાં એક્શન અને કોમેડીને એકસાથે પડદા પર લાવનાર ડાયરેક્ટર રોહિત શેટ્ટીનો જન્મ 1973માં મુંબઇમાં થયો હતો. ડાયરેક્ટર તરીકે રોહિત શેટ્ટીની પહેલી ફિલ્મ 2003માં 'જમીન' આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતની આગામી ફિલ્મ 'સિંબા' છે
તમને જણાવી દઇએ કે રોહિત શેટ્ટી પોતાની ફિલ્મમાં એક્શન માટે જાણીતા છે. ગત વર્ષે રિલીઝ થયેલી 'ગોલમાલ અગેન' બ્લોકબસ્ટર રહી છે. તે ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ફિલ્મ 'સિંબા' લઇને આવી રહ્યાં છે. આજે જે નામના અને સન્માન મળ્યું છે, તેને કમાવવા માટે રોહિત શેટ્ટીને ખૂબ મહેનત કરવી પડી છે. આજે અમે તમને રોહિત શેટ્ટીના જન્મદિવસ પર તેમની કેટલીક એવી વાતો જણવી રહ્યાં છીએ, જે કદાચ જ તમે જાણતા હતો. 


રોહિતે કર્યો ખુલાસો
બોલીવુડમાં દરેક ફેમસ પર્સનાલિટી પાછળ એક લાંબા સંઘર્ષની કહાણી હોય છે. આ દુનિયામાં દરેક સફળતા સુધી પહોંચવા માટે પહેલા મહેનત કરવા માટે ખૂબ મહેનત કરે છે. આવી જ કહાણી ડાયરેક્ટર રોહિત શેટ્ટીની છે, જેનો ખુલાસો તેમને પોતે તાજેતરમાં જ કર્યો છે. 'ગોલમાલ' જેવી સુપરહિટ ફિલ્મોની સીરીઝ આપી ચૂકેલા રોહિત શેટ્ટી અભિનેત્રી તબ્બૂ અને કાજોલ જેવી હીરોઇનના સ્પોટબોય રહી ચૂક્યા છે. 'ચેન્નઇ એક્સપ્રેસ', 'દિલવાલે' 'સિંઘમ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના ડાયરેક્ટર રોહિત શેટ્ટી 1995માં બનેલી 'હકિકત'માં તબ્બૂની સાડી પ્રેસ કરતા હતા.  


અજય દેવગણ સાથે બનાવી 10 ફિલ્મો
અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીએ અજય દેવગણ સાથે કુલ 10 ફિલ્મો બનાવી છે, પરંતુ આ પહેલાં તે અજય દેવગણની પત્ની કાજોલના સ્પોટબોય પણ રહી ચૂક્યા છે. મિડ-ડેમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર આ વાતનો ખુલાસો રોહિત શેટ્ટીએ 'રિયાલિટી શો 'ઇન્ડીયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર' દરમિયાન કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર ફિલ્મ 'દિલવાલે'માં કાજોલના ડાયરેક્ટ કરનાર રોહિત શેટ્ટી ઘણી ફિલ્મોમાં કાજોલના મેકઅપને ટચઅપ કરવાનું અને તેમના સ્પોટબોયનું કામ પણ કરી ચૂક્યા છે. રોહિત શેટ્ટી અજય દેવગણની ઘણી ફિલ્મો જેવી 'ફૂલ ઔર કાંટે', 'સુહાગ', 'પ્યાર તો હોના હી થા' અને 'રાજૂ ચાચા' જેવી ફિલ્મોમાં આસિસ્ટેંટ ડાયરેક્ટર પણ બની ચૂક્યા છે.