નવી દિલ્હી: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પોતાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ફિટનેસ અને હોટનેસ બંને મામલે શિલ્પા શેટ્ટી છવાયેલી રહે છે. 08 જૂન 1975ના રોજ કર્ણાટકના મેંગ્લોર શહેરમાં જન્મેલી શિલ્પા શેટ્ટીએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1991માં ફક્ત 16 વર્ષની ઉંમરમાં એક જાહેરાતથી કરી હતી. શિલ્પા શેટ્ટીએ અભિનેત્રી તરીકે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1993માં પ્રદર્શિત ફિલ્મ 'બાજીગર' વડે કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube