નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર હરમન બાવેજા (Harman Baweja) લગ્નના બંધમાં બંધાયા છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ સાશા રામચંદાની (Sasha Ramchandani) સાથે કોલકત્તામાં સાત ફેરા લીધા છે. આ લગ્નનો વીડિયો અભિનેત્રિ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સાથે લગ્નના અન્ય ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરમન-સાશાનો લુક
લગ્નની તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હરમન બાવેજા  (Harman Baweja) એ ઓફ વ્હાઇટ અને હલ્કા પિંક કલરની શેરવાની પહેરી છે. દુલ્હને મરૂન અને ગોલ્ડન કલરનો લેંઘો પહેર્યો છે. જેમાં તે સુંદર લાગી રહી છે. આ આઉટફિટની સાથે તેણે મેચિંગ જ્વેલરી અને મરૂન કલરની બંગડી પહેરી છે. 


આ બોલીવુડ અભિનેતાના ગળાડૂબ પ્રેમમાં હતી રાની, જાણો કેમ તૂટ્યો સંબંધ


2008માં આવેલી ફિલ્મ લવ સ્ટોરી 2050’ (Love Story 2050)થી ફિલ્મની કરિયરની શરૂઆત કરનાર હરમન બાવેજા  (Harman Baweja) ને રિતિક રોશનનો હમસકલ કહેવામાં આવતો હતો. હરમનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ધમાકેદાર રીતે થી હતી. હરમનની પ્રથમ ફિલ્મ લવ સ્ટોરી 2050નું નિર્દેશન તેના પિતા હૈરી બાવેજાએ કર્યુ હતું. તો સાશા રામચંદાની હેલ્થ અને વેલનેસ એક્સપર્ટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube