અભિનવ બિંદ્રા બાયોપિકમાં પિતા-પુત્રની ભૂમિકામાં અનિલ કપૂર-હર્ષવર્ધન
હર્ષવર્ધન હાલ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ શૂટર અભિનવ બિંદ્રાની બાયોપિકને લઈને ચર્ચામાં છે. હાલમાં અનિલ કપૂર અને હર્ષવર્ધને ઇન્સ્ટાગ્રામ પર આ શૂટિંગની શરૂઆતને લઈને એક પોસ્ટ શેર કરી છે.
નવી દિલ્હીઃ અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન પોતાના રોલ્સને લઈને ઘણી સતર્કતા રાખે છે. આ કારણ છે કે ઇન્ડસ્ટ્રીઝમાં પાછલા ઘણા વર્ષોમાં તેણે થોડી જ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2016માં મિર્જિયાની સાથે પોતાના કરિયરની શરૂઆત કરનાર હર્ષવર્ધન કપૂર તેના બે વર્ષ બાદ ભાવેશ જોશી સુપરહીરો જેવી ફિલ્મમાં કામ કર્યું જેની ક્રિટિક્સે પ્રશંસા કરી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. હર્ષવર્ધન હાલ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ શૂટર અભિનવ બિંદ્રાની બાયોપિકને લઈને ચર્ચામાં છે. હાલમાં અનિલ કપૂર અને હર્ષવર્ધને ઇન્સ્ટાગ્રામ પર આ શૂટિંગની શરૂઆતને લઈને એક પોસ્ટ શેર કરી છે.
જ્યાં અનિલ કપૂર આ ફિલ્મમાં બિંદ્રાના પિતાની ભૂમિકામાં છે તો હર્ષવર્ધન કપૂર ફિલ્મમાં અભિનલ બિંદ્રાની ભૂમિકામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી આ જાહેરાત કરી છે. આવું પ્રથમવાર બનશે જ્યારે અનિલ અને હર્ષવર્ધન કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં પણ અનિલ કપૂરે પોતાની પુત્રી સોનમ કપૂરની સાથે પ્રથમવાર કામ કર્યું હતું.
ત્રણ વર્ષ પહેલા હર્ષવર્ધને જાહેર કરી હતી ફિલ્મ
મહત્વનું છે કે આ ફિલ્મ બિંદ્રાની ઓટોબાયોગ્રાફીથી એડોપ્ટ કરવામાં આવી છે. તેની ઓટોબાયોગ્રાફીનું નામ એ સોટ એટ હિસ્ટ્રીઃ માઈ ઓબ્સેસિવ જર્ની ટૂ ઓલિમ્પિક ગોલ્ડ એન્ડ બિયોન્ડ છે. આ ફિલ્મનું શૂટિંગ છેલ્લા ત્રણ વર્ષથી સતત ટળી રહ્યું હતું પરંતુ અંતે શરૂ થી ગયું છે. સપ્ટેમ્બર 2017માં હર્ષવર્ધને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તે અભિનવ બિંદ્રાની બાયોપિકમાં કામ કરી રહ્યો છે. હર્ષવર્ધન આ બાયોપિકને લઈને ખુબ ઉત્સાહિત છે.
હર્ષવર્ધને બિંદ્રાની સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. તેમણે આ તસવીરમાં લખ્યું હતું કે, 'કોઈપણ પાત્રની શરૂઆત ખુબ ખાસ હોય છે, ખાસ કરીને જ્યારે તમે એવા કેરેક્ટરને ભજવવા જઈ રહ્યાં હોવ જેણે વર્લ્ડ સ્ટેજ પર દેશનું નામ રોશન કર્યું હોય. હું ખુબ ખુશ છું કે મને અભિનવ બિંદ્રાની ભૂમિકા ભજવવાની તક મળી છે. હું આશા કરુ છું કે હું આ ભૂમિકાની સાથે ન્યાય કરીશ.'