Hema Malini: હેમા માલિનીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી એવી ફિલ્મો આપી છે, જેની ચર્ચા આજે પણ થાય છે. ફિલ્મની સ્ટોરીમાં એક સ્ટોરી એવી પણ છે જ્યારે એક કો-આર્ટીસ્ટે સહ-અભિનેતાએ ડ્રીમ ગર્લ હેમા માલિનીને 20 થપ્પડ મારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિનીએ પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રી પર વર્ષો સુધી રાજ કર્યું છે. હેમા માલિનીએ પોતાના કરિયરમાં એવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેની આજ સુધી પ્રશંસા કરતા દર્શકો જોવા મળે છે. શોલે ફિલ્મમાં હેમા માલિનીના બસંતી પાત્રની આજે પણ પ્રશંસા થાય છે. પરંતુ આજે અમે શોલે નહીં પણ હેમા માલિનીની એ ફિલ્મ વિશે વાત કરવાના છીએ, જેના માટે ડ્રીમ ગર્લને એક-બે નહીં પરંતુ 20 થપ્પડ ખાવી પડી હતી.


ઇતિહાસમાં પ્રથમવાર મરચાની તીખાશ વધી! ખેડૂતોને મળ્યો એટલો ભાવ કે વિશ્વાસમાં નહીં આવે!


હકીકતમાં, રામાનંદ સાગરના પુત્રએ ‘હમ તેરે આશિક’ ફિલ્મમાં થપ્પડના સીન વિશે જણાવ્યું હતું, જ્યારે અરવિંદ ત્રિવેદી હેમા માલિની સાથે ફિલ્મના એક સીનનું શૂટિંગ કરી રહ્યા હતા, જેમાં અભિનેતાએ અભિનેત્રીને થપ્પડ મારવાનો સીન શૂટ કરવાનો હતો. આ સીન માટે અભિનેતાને 20 ટેક આપવા પડ્યા હતા. આવી સ્થિતિમાં હેમા માલિનીને કો-એક્ટર પાસેથી 20 વખત થપ્પડ ખાવાનો ડોઝ લેવો પડ્યો હતો. હેમા માલિનીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. હેમા માલિનીએ શોલે, સત્તા પે સત્તા, રઝિયા સુલતાન અને બાગબાન જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.


ગુજરાતના અંબાલાલ પટેલની ધ્રુજાવી નાખે તેવી આગાહી! આ દિવસોમાં ફરી પડશે કાતિલ ઠંડી