500 Crore Scam: 500 કરોડના કૌભાંડમાં ફસાયા ભારતી સિંહ, એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સ, દિલ્હી પોલીસ કરી કાર્યવાહી
500 Crore Scam: કોમેડિયન ભારતી સિંહ તેનો પતિ હર્ષ લિંબાચિયા, યૂટ્યૂબર એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સનું નામ 500 કરોડના કૌભાંડમાં આવ્યું છે. આ મામલે દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને સમન્સ ફટકાર્યું છે.
500 Crore Scam: યુટ્યુબર એલ્વિશ યાદવ, કોમેડિયન ભારતી સિંહ, હર્ષ લીમ્બાચીયા સહિતના કલાકારોને મુસીબતો વધી ગઈ છે. આ કલાકારોનું નામ 500 કરોડના ફ્રોડમાં આવ્યું છે. જે મામલે દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે 500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે પૂછપરછ માટે આ કલાકારોને નોટિસ ફટકારી છે.
500 કરોડનું કૌભાંડ Hibox નામની એક મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી જેમાં લોકોને વધારે રિટર્ન સાથે પૈસા પરત કરવાનું કહેવામાં આવતું હતું. આ એપ્લિકેશનમાં 30,000 થી વધુ લોકોએ રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
દિલ્હી પોલીસે Hibox એપ ઇનવેસ્ટમેન્ટ સ્કેમનો ભાંડાફોડ કર્યો છે. આ એપ મામલે 500થી વધુ ફરિયાદો મળી હતી. જેમાં તપાસ કરતા સામે આવ્યું કે આ એપના માધ્યમથી લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે પોલીસે મુખ્ય આરોપીને અરેસ્ટ પણ કરી લીધો છે.
આ એપ્લિકેશન મામલે દિલ્હી પોલીસે એલ્વિસ યાદવ, અભિષેક મલ્હન, ભારતી સિંઘ, હર્ષ લીમ્બાચીયા, લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંહ, દિલજીતસિંહ રાવત સહિતના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર્સને પુછપરછ માટે નોટીસ ફટકારી છે. તેમના પર આરોપ છે કે તેમણે ફ્રોડ કરનાર એપ્લિકેશનનો પ્રચાર કર્યો અને લોકોને ગેરમાર્ગે દોર્યા.
આ પણ વાંચો: Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ
શું છે Hibox એપ ?
Hiboxએક એપ્લિકેશન છે, ફેબ્રુઆરી 2024 માં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન દ્વારા એવું વચન આપવામાં આવતું હતું કે લોકોને તેના રોકાણ પર ભારે રીટર્ન આપવામાં આવશે. લોકોને સારા રિટર્નની સાથે લાખો રૂપિયાના ઈનામ આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ એપ્લિકેશનમાં ઓછામાં ઓછા 300 રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું. જેના પર એકથી પાંચ ટકાનું એક દિવસનું વ્યાજ આપવાનું પણ કહેવામાં આવતું હતું.
આ પણ વાંચો: Teaser: જોરદાર છે ભુલ ભુલૈયા 3 ફિલ્મનું ટીઝર, જોઈ લો ફટાફટ મંજુલિકા અને રુહ બાબાને
આ લાલચમાં 30 હજારથી વધુ લોકો ફસાયા હતા. અને તેમણે મોબાઇલ એપ્લિકેશનમાં રોકાણ પણ કરી દીધું હતું. શરૂઆતના સમયમાં લોકોને સારું રિટર્ન આપવામાં આવતું હતું. જેથી લોકોની લાલચ વધવા લાગે. જુલાઈ 2024 આવતા સુધીમાં એપ્લિકેશનમાં ટેકનિકલ એરર, જીએસટી અને આઇટી સંબંધિત સમસ્યા છે તેવું કહીને લોકોને પૈસા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું. ત્યાર પછી આ મામલે 500 થી વધુ લોકોની ફરિયાદ પોલીસને મળી.