નવી દિલ્હીઃ અભિનેત્રી અને સિંગર હિમાંશી ખુરાના કોરોના પોઝિટિવ થઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. આ સમયે તેનો કોરોના પોઝિટિવ આવતો ખુબ ચિંતાની વાત છે કારણ કે હાલમાં તેણે પંજાબોના કિસાનો સાથે પ્રદર્શન કર્યું હતું. ભારત બંધ હેઠળ કરાયેલા પ્રદર્શનમાં હિમાંશી સામેલ થઈ હતી. તેવામાં તેને કોરોના થવો તે બધાને ખતરામાં મુકી શકે છે જે તે પ્રદર્શનમાં સામેલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાથી થઈ સંક્રમિત
હિમાંશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં તે જણાવી રહી છે કે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે લખે છે- હું તમને બધાને જણાવું છે કે હું કોરોના પોઝિટિવ આવી છું. મેં દરેક પ્રકારની સાવધાની રાખી હતી. જેમ તમને બધાને ખ્યાલ છે કે હું હાલમાં એક પ્રદર્શનમાં સામે થઈ હતી અને ત્યાં ખુબ ભીડ હતી. તેથી મેં વિચાર્યું કે શૂટિંગ પર જતા પહેલા ટેસ્ટ કરાવું. હું ઈચ્છુ છું કે જે પણ મારા સંપર્કમાં આવ્યા તે ટેસ્ટ કરાવી લે. જે પણ આ સમયે પ્રદર્શન કરી રહ્યાં છે મારી તેને વિનંતી છે કે તે ધ્યાન રાખે કે આ સમયે મહામારી ચાલી રહી છે. 


કરણ જોહરની પાર્ટીના સ્ટાર્સની વધશે મુશ્કેલીઓ! ફોરેન્સિક રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો

આ સમયે ઘણા ફિલ્મી અને ટીવી સિતારાઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. જ્યારથી શૂટિંગ શરૂ કરવાની મંજૂરી મળી છે. એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. હવે હિમાંશીનું નામ પણ તે લિસ્ટમાં જોડાઇ ગયું છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube