Hina Khan: બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહેલી હિના ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કિમોથેરાપીના સેશન લઈ રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર તે પોતાની હેલ્થને લઈને અપડેટ પણ શેર કરતી હોય છે. હિના ખાન છેલા ઘણા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ હવે હિના ખાન ટીવીથી જોરદાર કમબેક કરવાની છે તે એવી ચર્ચા છે. જાણવા મળતી માહિતી અનુસાર હિના ખાન ગૃહ લક્ષ્મી નામના ટીવી શોથી ટેલિવિઝન પર કમબેક કરવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઈન્ટીમેટ Video વાઈરલ થયો અને આ અભિનેત્રીનું કરિયર બરબાદ થયું, OTT પર પણ રહી નિષ્ફળ


મીડિયા રિપોર્ટ અનુસાર હિના ખાન ગૃહલક્ષ્મી નામના ટીવી શોમાં જોવા મળશે જે એપિક ઓન ઉપર સ્ટ્રીમ થશે. ખાસ વાત એ છે કે આ શોમાં હિના ખાન ઉપરાંત ચંકી પાંડે, રાહુલદેવ અને દિવ્યેંદુ ભટ્ટાચાર્ય પણ જોવા મળશે. ગૃહલક્ષ્મી શોમાં હિના ખાનનો રોલ શું હશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. 


આ પણ વાંચો: અંતે મલાઈકા અરોરા અર્જુન કપૂર વિશે બોલી, એક્ટરના સિંગલ હોવાના નિવેદન પર કર્યો ખુલાસો


ગૃહલક્ષ્મી ટીવી સીરીયલની સ્ટોરી અસ્તિત્વ અને ટ્રાન્સફોર્મેશન આસપાસ ફરે છે. આ એક ઇન્ટેન્સ ડ્રામા શો હશે જે ટૂંક સમયમાં જ ઓન એર થવાનો છે. મહત્વનું છે કે હીનાખાને જુલાઈ મહિનામાં જ પોતાના નવા વર્ક અસાઈનમેન્ટને લઈને પોસ્ટ શેર કરી હતી. તેણે કહ્યું હતું કે કેન્સર થયા પછી પહેલું વર્ક અસાઈનમેન્ટ છે જે તેના માટે ચેલેન્જિંગ છે. 


આ પણ વાંચો: ઓસ્કર પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 16 વર્ષ જુનો લહેંગો, કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જશો


28 જૂનના રોજ હિના ખાને પોતાના ચાહકો સાથે ન્યુઝ શેર કરી હતી કે તેને બ્રેસ્ટ કેન્સર થયું છે. હિના ખાનના કામની વાત કરીએ તો તેને પોપ્યુલર ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી પ્રખ્યાતી મળી હતી. અક્ષરાના પાત્રથી તે ઘરે ઘરમાં ફેમસ થઈ છે. આ શો પછી તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને હવે ફરી એક વખત હિના ખાન એક દમદાર ટીવી શોમાં જોવા મળશે.