નવી દિલ્હી: ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનના પિતાનું આજે અવસાન થયું છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ની અભિનેત્રીને આ ઘટનાથી મોટો ઝટકો લાગ્યો છે. હિનાના પિતાનું તેમના મુંબઇ નિવાસસ્થાને નિધન થયું હતું. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતા સાથે પોસ્ટ કરતી હતી તસવીરો
હિના ખાન તેના પિતા સાથે ખૂબ જ અટેચ્ડ હતી. તે ઘણીવાર તેમની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી. તાજેતરમાં, તે પણ તેના પરિવાર સાથે માલદીવમાં વેકેશનની ઉજવણી કરવા ગઈ હતી. ત્યાંથી તેણે પોતાના પિતા સાથે સુંદર તસવીરો પણ શેર કરી. આ બધી તસવીરો જોઈને બંનેના બોન્ડનો અંદાજ લગાવી શકાય છે.


આ પણ વાંચો:- શું હવે Anupamaa માં નહીં જોવા મળે 'વનરાજ'? આ અંગે એક્ટરનો મોટો ખુલાસો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube