Video: હિતુ કનોડિયાએ “સાજન તારા સંભારણા”ને નવા અંદાજમાં રજૂ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતી સિનેમાના મનમોહન દેસાઇ તરીકે જાણીતા ગોવિંદ પટેલ અને નરેશ કનોડિયાની જોડીએ વર્ષ 1980થી 1990 દરમિયાન નોન-સ્ટોપ હીટ્સ આપ્યાં હતાં.
અમદાવાદ: વર્ષ 2020ના આ નવા સુપરહીટ ગુજરાતી ગીતને હરેશભાઇ પટેલે પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કર્યું છે અને જાણીતા ગાયકો હિમાંશુ બારોટ અને નયના શર્માએ તેને સ્વર આપ્યો છે. મ્યુઝિક ડાયરેક્ટર મૌલિક મહેતાએ તેને કમ્પોઝ કર્યું છે. આ ગીત નરેશ કનોડિયાની વર્ષ 1985ની સુપરહીટ ફિલ્મ “સાજન તારા સંભારણા”ના ટાઇટલ સોંગને ફરીથી રિક્રિએટ કર્યુ છે. આ ફિલ્મનું ડાયરેક્શન ગોવિંદ પટેલે કર્યું હતું, જેમાં નરેશ કનોડિયા, સ્નેહલતા ગડકરી અને અરવિંદ રાઠોડ મુખ્ય ભૂમિકામાં હતાં. મૂળ ગીતનું મ્યુઝિક નરેશ કનોડિયાએ પોતે કમ્પોઝ કર્યું હતું.
ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ
આ નવા વિડિયોમાં ગુજરાતી રેપર અને લોકગાયક અરવિંદ વેગડા પણ જોવા મળશે, જેઓ કલાકારોની સાથે રેપનો થોડો હિસ્સો ગાઇ રહ્યાં છે, જેનાથી ગીત આજના યુવાનો અને દર્શકોને ગમી રહ્યું છે. ગુજરાતી સિનેમાના મનમોહન દેસાઇ તરીકે જાણીતા ગોવિંદ પટેલ અને નરેશ કનોડિયાની જોડીએ વર્ષ 1980થી 1990 દરમિયાન નોન-સ્ટોપ હીટ્સ આપ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે ગોવિંદ પટેલના પુત્ર હરેશભાઇ પટેલ આ 2020 મ્યુઝિક વિડિયોના પ્રોડ્યુસર છે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube