નવી દિલ્લીઃ મર્લે ઓબેરૉન હૉલીવુડની એક એવી અભિનેત્રી હતી, જેનું ભારત સાથે સીધું કનેક્શન હતું, પરંતુ તેણે આ વાત છુપાવીને રાખી. મુંબઈમાં જન્મી ઓબેરૉન નહોતી ઈચ્છતી કે કોઈને તેના બેકગ્રાઉન્ડની ખબર પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૉલીવુડની જાણીતી અભિનેત્રી મર્લે ઓબેરૉને પોતાની અદાઓના કામણ સૌ કોઈ પર પાથર્યા હતા. તેનો ભારત સાથે ખાસ સંબંધ હતો. તેનો જન્મ મુંબઈમાં થયો હતો, પરંતુ તેણે વર્ષો સુધી આ વાત છુપાવી રાખી. તે નહોતી ઈચ્છતી કે કોઈને આ વાત ખબર પડે. આ વાત સૌથી પહેલા અમેરિકામાં રહેતા મયૂખ સેને સૌથી પહેલા વર્ષ 2009માં સામે લાવી. સાથે જ તેમણે જણાવ્યું કે ઓબેરૉન ઓસ્કર માટે નોમિનેટ થનાર દક્ષિણ એશિયાઈ મૂળન પહેલી અભિનેત્રી હતી.


આ માટે છુપાવી હકીકત-
મયૂખ સેન અને મર્લે ઓબેરૉનની કહાનીને દુનિયા સામે રજૂ કરવા માટે તેની બાયોગ્રાફી પર કામ કરી રહ્યા છે. મર્લે ઓબેરૉનને એ વાતનો ડર હતો કે, તેમનું બેક ગ્રાઉન્ડના કારણે હોલીવુડમાં તેની એન્ટ્રી મુશ્કેલ થઈ શકે છે, એટલે તેમણે ભારતમાં પેદા થયેલી હોવાની વાત છુપાવી. તે પોતાના બ્રિટિશ ગણાવતી રહી. ઓબેરૉનનો જન્મ એંગ્લો- ઈન્ડિયન ફેમિલીમાં વર્ષ 1911માં થયો હતો.


આ રીતે મળી ફિલ્મ-
આ હૉલીવુડ સ્ટારની માતા સિંહાલી હતી અને પિતા બ્રિટિશ. પિતાના મોત બાદ પરિવાર મુંબઈથી કોલકાતા આવી ગયો હતો. જ્યાં તેણે કલકતા એમેચ્યોર થીએટ્રિકલ સોસાયટીથી અભિનયની દુનિયામાં પગ મુક્યો. વર્ષ 1925માં તેણે એક ફિલ્મ જોઈ જેનાથી તે પ્રભાવિત થઈ અને 1928માં તે ફ્રાંસ જતી રહી. અહીં એક આર્મી કર્નલે તેને ફિલ્મ નિર્માતા રેક્સ ઈનગ્રામ સાથે મળાવી. આ બાદ તેમને ફિલ્મમાં નાના રોલ મળવાના શરૂ થયા.


આ ફિલ્મથી મળી ઓળખ-
ઓબેરૉનની માતા શાર્લોટ સેલ્બી ઘઉંવર્ણા હતા, એટલે તેને એક્ટ્રેસની નોકરાણી તરીકે રજૂ કરવામાં આવતા હતા. પરંતુ વર્ષ 2014માં ધ ટ્રબલ વિધ મર્લે ડોક્યુમેન્ટરીમાં જણાવવામાં આવ્યું હતું કે, સેલ્બી વાસ્તવમાં તેની દાદી હતી. ઓબેરૉનને બાદમાં જ્યારે હૉલીવુડમાંથી વધારે ઑફર મળવા માંડી તો તે અમેરિકા જતી રહી. 1935માં તેને પોતાની ફિલ્મ ધ ડાર્ક એન્જલમાં પોતાની ભૂમિકા માટે ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી. જો કે, વર્ષ 1939માં આવેલી ફિલ્મ વુથરિંગ હાઈટ્સના કારણે તેને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી.


ગોરા દેખાવા માટે કર્યું આવું-
મર્લે ઓબેરૉને પોતાના એશિયાઈ મૂળની ઓળખ છુપાવવા માટે અનેક પ્રયાસો કર્યા. તેણે બોલવાનો ઢંગ બદલ્યો. કહેવામાં આવે છે કે, તે બ્રિટિશ દેખાવા માટે ખૂબ જ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હતી અને તેના કારણે તેની સ્કિન ડેમેજ થઈ હતી. ઓબેરૉનના ભત્રીજા માઈકલ કોર્ડાએ જણાવ્યું હતું કે એકવાર જ્યારે ઓબેરૉનને તેના જન્મ સ્થળનો ખુલાસો કરવાનું કહ્યું તો, તે ખૂબજ ભડકી ગઈ હતી અને કેસ કરવાની ધમકી આપી હતી. જો કે, તે બાદ મીડિયામાં તેના બેકગ્રાઉન્ડની ખબરો આવવા લાગી હતી. પરંતુ મૃત્યુ સુધી તેણે કોઈને નહોતું કહ્યું કે તેનો સંબંધ ભારત સાથે છે.