1 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી સુપર મોડલે છોડ્યુ Twitter, કારણ છે એલન મસ્ક
GIGI Hadid: એલન મસ્કના બોસ બન્યા બન્યા બાદ 27 વર્ષની સુપર મોડલે ટ્વિટર છોડ્યું, તેના એક કરોડથી વધુ ટ્વિટર ફોલોઅર હતા... જીજી હદીદ ઉપરાંત અનેક નામાંકિત લોકોએ ટ્વિટર છોડવાનો નિર્ણય લીધો
GIGI Hadid left Twitter: દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્ક હવે ટવિટરના નવા બોસ બની ગયા છે. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટને ટેકઓવર કરતા એલન મસ્કે અનેક નવા નિર્ણયો લીધા છે. જેનાથી માત્ર ભારતીય જો નહિ, પરંતુ દુનિયાભરના સેલેબ્સને મોટો ઝટકો લાગ્યો છે. તેમના આવતા જ સૌથી પહેલા ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલને ટ્વિટરમાંથી કાઢવામાં આવ્યા હતા. અને દુનિયાભરના ટ્વિટર કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. આ સાથે જ તેઓને બ્લ્યૂ ટિક માટે દર મહિને 8 ડોલર ચૂકવવાનો પણ ઓર્ડર કરાયો છે. એલન મસ્કના આ નિર્ણયથી અનેક સેલેબ્સ નારાજ થયા છે, જેઓ હવે ટ્વિટર છોડી રહ્યાં છે. જેમાં એક નામ છે સુપર મોડલ જીજી હદીદ.
1 કરોડથી વધુ ફોલોઅર્સ
હાલમાં જ અમેરિકાની સુપર મોડલ જીજી હદીદ ઉર્ફે જેલેના નોરાએ ટ્વિટર પ્લેટફોર્મ છોડવાની જાહેરાત કરી છે. ટ્વિટર પર તેમના 1 કરોડથી વધુ ફોલોઅર્સ હતા. જેઓને મોડલના આ નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો છે. જીજીએ આ માહિતી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. પોતાના ટ્વિટર પ્રોફાઈલ પર સ્ક્રીન શોટ શેર કરીને જણાવ્યું કે, તેઓએ પોતાનું હેન્ડલ ડિએક્ટિવ કર્યું છે. તેની સાથે જ તેમણે કેપ્શનમાં ટ્વિટર છોડવાનું કારણ પણ જણાવ્યું. તેણે કહ્યું કે, હવે પ્લેટફોર્મ સુરક્ષિત રહ્યુ નથી.
એલન માટે જીજીએ કહી આ વાત
જીજીએ એલન વિશે લખ્યું કે, ટ્વિટર હવે એ જગ્યા નથી રહી, જેનો હું ભાગ બનવા ઈચ્છીશ. આ પ્લેટફોર્મ પર નફરત અને કટ્ટરતા ફેલાઈ રહી છે. આ સાથે જ જીજીએ માનવાધિકાર વકીલ શૈનન રાજ સિંહની ટ્વીટને ટેક દિગ્ગજ સાથે અલગ કરવા વિશે પણ કહ્યું. શૈનને પોસ્ટમાં લખ્યું કે, કાલે ટ્વિટર પર મારો અંતિમ દિવસ હતો. આખી માનવાધિકાર ટીમને કંપનીથી અલગ કરી દેવાઈ છે. મને લાગે છે કે તેમની રક્ષા માટે વેપાર અને માનવાધિકારના સંયુક્ત રાષ્ટ્રના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા મટે કરવામાં આવેલ કામ પર મને ગર્વ છે.
અન્ય સ્ટાર્સે પણ ટ્વિટર છોડવાની જાહેરાત કરી
ટ્વિટરે 4 નવેમ્બરના રોજ એક ઈમેઈલ મોકલીને લગભગ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. જેમાં બતાવવામાં આવ્યુ હતું કે, આ છટણી કંપનીની સફળતાને આગળ વધારવા માટે જરૂરી હતી. જીજી ઉપરાંત અનેક ફેમસ સેલિબ્રિટીઝે ટ્વિટર છોડવાનો નિર્ણય કર્યો છે. જેમાં સારા બેટલી, ટોની બ્રેક્સટન, મિલ કોલે અને ગ્રેજ એનોટોમી પટકથા લેખક શોંડા રાઈમ્સ પણ સામેલ છે. મસ્ક અધિકારિક રીતે 27 સપ્ટેમ્બરના રોજ ટ્વિટરના માલિક અને સીઈઓ બન્યા હતા.