ન્યૂયોર્ક: પોતાની એક્ટિંગથી ઓડિયન્સના દિલો પર રાજ કરનારા હોલીવુડ એક્ટર વિલ સ્મિથ પોતાના ડબલ ડેલર હોમને લઈને ચર્ચામાં  છે. 22 પૈડાંવાળા આ ચાલતા-ફરચા ઘરમાં એક દિવસ રહેવાનું ભાડું 6.72 લાખ રૂપિયા છે. આ ઘરની ગણતરી દુનિયાના સૌથી લક્ઝરી મોટર હોમમાં કરવામાં આવે છે. તે પોતાની ખૂબસૂરતી, સુવિધાઓ અને લક્ઝરી વિશેષતા માટે જાણીતું છે. ત્યારે આ ડબલ ડેકર હોમમાં શું છે ખાસ આવો જાણીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મોટર હોમની વિશેષતા:
આ ડબલ ડેકર હોમમાં 14 ટીવી લગાવવામાં આવ્યા છે. તેમાં ચાલતાં-ફરતાં પણ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરી શકાય છે. સ્ક્રીનિંગમાં 30 લોકો એકસાથે જોડાઈ શકે છે. તે સિવાય આધુનિક સેવાઓથી સજ્જ બાથરૂમ અને બેડરૂમ છે. તેની વધુ એક વિશેષતા એ છે કે તેનું કીચન દોઢ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જે અત્યંત ખાસ છે.

18.67 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે ડબલ ડેકર હોમ:
આ ચાલતા-ફરતા ડબલ ડેકર હોમને 1200 સ્ક્વેર ફીટમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેનો ખર્ચ 18.67 કરોડ થયો છે. આ ઘરનું નામ ધ હીટ છે. તે 22 પૈડાં પર ચાલે છે. તેને ભાડા પર પણ લઈ શકાય છે. જો તમે તેમાં એક દિવસ માટે ભાડે રહેવા માગો છો તો તેના માટે તમારે 6.72 લાખ રૂપિયા ચૂકવવા પ઼ડશે.

સૌથી લક્ઝરી મોટર હોમમાંથી છે એક:
આ ઘરમાં અનેક જગ્યાએ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો કુલ ખર્ચ 2.24 કરોડ થયો છે. એટલું જ નહીં તેમાં લોન્જ પણ છે. તે સિવાય લોકોને આવવા-જવા માટે દરવાજો ખોલવાની જરૂર પડતી નથી. બધું ઓટોમેટિક છે. માણસ જેવો તેની નજીક પહોંચે તરત જ દરવાજો પોતાની જાતે ખૂલી જાય છે અને બંધ થઈ જાય છે. એકદમ સ્ટાર ટ્રેક ફિલ્મની જેમ. આ ઘરની લંબાઈ 16.7 મીટર છે. પોતાની ફિલ્મોના શૂટિંગ દરમિયાન વિલ સ્મિથ તેમાં જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ તે તેને ભાડે પણ આપે છે. આ ઘર અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલા સૌથી શાનદાર લક્ઝરી મોટર હોમમાંથી એક છે.