`કલંક` ફિલ્મનું આ ગીત બધાના દિલો પર છવાયું, 24 કલાકમાં મળ્યા કરોડો વ્યૂઝ
કલંક ફિલ્મનું ઘર મોરે પરદેસિયા ગીત ધૂમ મચાવી રહ્યું છે. ઇન્ડિયન ક્લાસિક મ્યૂઝિક સીધું લોકોના દિલ સુધી પહોંચી જાય છે. ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે ગઇકાલે સામે આવેલું આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિતની જુગલબંધીથી. જી, હાં સોમવારે રિલીઝ થયેલું `કલંક`નું પ્રથમ ગીત `ઘર મોરે પરદેસિયા` માત્ર 24 કલાકમાં યૂટ્યૂબ પર છવાઇ ગયું છે.
નવી દિલ્હી: ઇન્ડિયન ક્લાસિક મ્યૂઝિક સીધું લોકોના દિલ સુધી પહોંચી જાય છે. ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે ગઇકાલે સામે આવેલું આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિતની જુગલબંધીથી. જી, હાં સોમવારે રિલીઝ થયેલું 'કલંક'નું પ્રથમ ગીત 'ઘર મોરે પરદેસિયા' માત્ર 24 કલાકમાં યૂટ્યૂબ પર છવાઇ ગયું છે.
આલિયા ભટ્ટ અને માધુરી દીક્ષિતની કાતિલ અદાઓથી લથપથ આ સુંદર ગીતે થોડા કલાકોમાં જ 11 મિલિયનથી વધુ વ્યૂઝ પ્રાપ્ત કરી લીધા છે. આ ગીતના વીડિયોને અત્યાર સુધી યૂટ્યૂબ પર 11 કરોડ 2 લાખ 18 હજાર 800 વખત જોવામાં આવ્યું છે. એમ કહેવું ખોટું નથી કે આ ગીત રીલીઝ થતાં જ લોકોની જીભે ચડી ગયું છે. જુઓ આ ગીત...
20 વર્ષ બાદ 'કલંક'માં જોવા મળશે આ જોડી, માધુરી વિશે સંજય દત્તે કહી આ વાત
Shocking : 'કલંક'ના સેટ પર કરણને ઉભોઉભો રોવડાવ્યો આલિયાએ!
માધુરી આ ગીતમાં ડાન્સ નથી કરતી પણ તેના એક્સપ્રેશન ઘણું બધું કહી જાય છે. આ ઉંમરે પણ માધુરીની સુંદરતા બેજોડ છે. શ્રેયા ઘોષાલે ઘણા સમય પછી ગીત ગાયુ છે. આ ફિલ્મ ભારતના ભાગલા પડ્યા એ સમયગાળામાં આકાર લે છે.