વિરાટ-અનુષ્કાના હનીમૂનની પહેલી તસવીર આવી સામે, તમે જોઈ?
11 ડિસેમ્બરે આ બંનેએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા અને આ લગ્નને વર્ષના સૌથી ચર્ચિત લગ્ન ગણવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી : વિરાટ કોહલી અને અ્નુષ્કા શર્માના મેરેજની તસવીરો તો સામે આવી ગઈ છે. લગ્ન પછી હવે બંનેના હનીમૂનની તસવીર પણ સામે આવી ગઈ છે. 11 ડિસેમ્બરે આ બંનેએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા અને આ લગ્નને વર્ષના સૌથી ચર્ચિત લગ્ન ગણવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે હાલમાં આ જોડી પોતાના હનીમૂન માટે ઇટાલી રોમ ગયા છે અને અનુષ્કાએ આ તસવીર શેયર કરી છે.
લગ્ન બાદ હવે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાના છે. અનુષ્કા પણ તેમની સાથે જશે જ્યાંથી નવું વર્ષ મનાવીને જાન્યુઆરીનાં પહેલા અઠવાડીયામાં તેઓ પરત ફરશે.
ઇન્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલી આ તસવીરમાં અનુષ્કા અને વિરાટ બર્ફિલા માહોની મજા માણતા દેખાય છે. બંને આ તસવીરમાં બેહદ ખૂબસુરત લાગે છે. આ તસવીરના લોકેશનથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે બંને યુરોપની ધરતી પણ છે. જોકે તેમણે જગ્યા વિશે કોઈ જાણકારી નથી આપી.
વિરાટ અને અનુષ્કાએ ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. ઇટાલીના શાનદાર રિસોર્ટ બોર્ગો ફિનોશિએટોમાં બંનેએ લગ્ન કર્યા હતા. આનો સમાવેશ દુનિયાની મોંઘીદાટ હોટેલમાં થાય છે. વિરાટ અને અનુષ્કા ભારત પરત આવીને 21 ડિસેમ્બરે દિલ્હીમાં રિસેપ્શન આપશે. આ સિવાય 26 ડિસેમ્બરે મુંબઈમાં પણ એક રિસેપ્શન આુપવામાં આવશે.