નવી દિલ્હી: આજે આપણે કોમેડી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના શોની વાત કરી રહ્યા છીએ, જે વર્ષ 2008થી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ ટીવી સીરિયમાં એકથી એક ચઢીયાતી ભમિકા ભજવનાર લોકો છે. તેમાંથી એક કિરદારની વાત આજે આપણે તમારી વચ્ચે કરવા જઈ રહ્યા છીએ. જે હવે આ સીરિયલનો ભાગ નથી પરંતુ તેમની લોકપ્રિયતા આજે પણ ચાહકોમાં અકબંધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હાં... અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી દિશા વકાણીની જે આ ટીવી સિરિયલમાં 'દયા બેન'ના રોલમાં જોવા મળી હતી. જો કે, વર્ષ 2017 માં મેટરનિટી લીવ પર જવાના કારણે દિશાએ સીરિયલમાં ફરીથી પ્રવેશ કર્યો ન હતો.
 
જાણવા મળી રહ્યું છે કે સીરિયલના મેકર્સ દ્વારા અનેક વખત દિશાને અપ્રોચ કરવામાં આવ્યો છે. જોકે, અભિનેત્રીએ કમબ્રેકમાં રસ દેખાડ્યો નથી. કહેવાય છે કે સીરિયલના મેકર્સે તો એટલે સુધી કહી દીધું છે કે જો દિશા આ સીરિયલમાં વાપસી કરવા માંગતી નહીં હોય તો આ સીરિયલમાં નવી દયા બેનની સાથે આગળ વધશે.


જોકે, અહેવાલોનું માનીએ તો સીરિયલના મેકર્સને અત્યાર સુધી દિશા વાકાણીના રિપ્લેસમેન્ટ મળી શક્યું નથી. પરંતુ આજે અમે તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી દરેક ઘરમાં ફેમસ બનેલી દિશા એક મજબૂત નેટવર્થની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાની નેટવર્થ લગભગ 37 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમાં ફિલ્મો-ટીવી સિરિયલો અને જાહેરાતો તેમજ અન્ય તમામ સ્ત્રોતોમાંથી થતી કમાણીનો સમાવેશ થાય છે.


કુલ સંપત્તિ કરોડોમાં
હાલમાં એક રિપોર્ટમાં અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife.com એ દિશા વાકાણી એ પોતાની કુલ સંપત્તિનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમની નેટવર્થ કરોડોમાં છે. કારણ કે તેમને શો વચ્ચે ખૂબ જ ભારે ફી આપવામાં આવી હતી. 'TMKOC' માટે પ્રતિ એપિસોડ 1 થી 1.5 લાખ, અને વર્ષ 2017 માં આશરે રૂ. 20 લાખ પ્રતિ માસ. ટીવી દર્શકોની વચ્ચે દિશાની લોકપ્રિયતાએ તેણીની ટીવી જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં મદદ કરી. આજની તારીખમાં અભિનેત્રીની કુલ સંપત્તિ $5 મિલિયન અથવા ભારતીય ચલણમાં 37 કરોડ રૂપિયા છે. તેઓ BMW પ્રીમિયમ ઓટોમોબાઈલ જેવી મોંઘી કાર ચલાવે છે.


2015માં કર્યા લગ્ન
દિશા વાકાણી એક એક્ટિંગ ગ્રેજ્યુએટ અને થિયેટર આર્ટિસ્ટ છે, જેમણે 2015માં મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા અને નવેમ્બર 2017માં તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો.


ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી ઘણી ફિલ્મોમાં પણ નજરે પડી ચૂકી છે, જેમાં દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને લવ સ્ટોરી 2050 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube