નવી દિલ્હી : હાલ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેનો મુદ્દો બોલિવુડમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા છે. પૂર્વ મિસ ઈન્ડિયા અને એક્ટ્રેસ તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર લગાવવામાં આવેલ આરોપો બદા ગત 10 દિવસોમાં ઈન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ જૂના આ મુદ્દા પર લાંબી ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહિ, દસ વર્ષ જૂનો તનુશ્રીની ગાડી પર થયેલા હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યો છે. પરંતુ હવે આ કિસ્સામાં નવો વળાંક આવે તેવા વીડિયોની સોશિયલ મીડિયા પર એન્ટ્રી થઈ છે. આ વીડિયો બહુ જ મહત્ત્વનો અને ચર્ચાસ્પદ હોવાનું કહેવાય છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ફિલ્મના શુટિંગ દરમિયાન નાના પાટેકર અને તનુશ્રીની પરિસ્થિતિ કેવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે તનુશ્રીના સોલો શૂટ પર પણ નાના પાટેકર સેટ પર હાજર રહ્યા હતા. કેવી રીતે તનુશ્રી નારાજ થઈને સેટથી દૂર જતી રહે છે. એટલું જ નહિ, આ વીડિયોમાં નાના પાટેકર ઠુમકા લગાવતા પણ નજરે આવી રહ્યાં છે. હાલમા જ આ મુદ્દા રિલેટેડ વાતચીતમાં ગણેશ આચાર્યએ કહ્યું હતું કે, ફિલ્મની સ્ક્રીપ્ટની જરૂર અનુસાર, નાના પાટેકરને ગીતની વચ્ચે તનુશ્રીના ગાલને સ્પર્શ કરતો સીન નાખવામાં આવ્યો હતો. પંરતુ આ વીડિયોમાં તો નાના પાટેકર ડાન્સ સ્ટેપ્સની પ્રેક્ટિસ કરતા નજરે આવી રહ્યાં છે. 



ઉલ્લેખનીય છે કે, આ મામલે તનુશ્રીને સમર્થન આપનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં કાજોલ, કંગના રનૌત, ફરહાન અખ્તર, હંસલ મહેતા, પ્રિયંકા ચોપર, વરુણ ધવન અને સોનમ કપૂર સહિત અનેક બોલિવુડ હસ્તી તનુશ્રીને સપોર્ટ કરી ચૂકી છે.