નવી દિલ્હી: અભિનેતા ઋતિક રોશન એકવાર ફરીથી લગ્ન કરવાની તૈયારીમાં છે. વર્ષ 2014માં સુઝૈન ખાન સાથે ડિવોર્સ લીધા બાદ તેનું નામ અભિનેત્રી કંગના રનોટ સાથે જોડાયું હતું પરંતુ અનેક વિવાદ બાદ હવે આ બંને વચ્ચે બોલવાનો પણ સંબંધ નથી. ચર્ચા છે કે ઋતિક ફરી એકવાર બાળકો માટે થઈને લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્ન માટે ઋતિકે જે યુવતી પસંદ કરી છે તે તેના ઘરવાળાઓને પણ પસંદ છે. રિપોર્ટ્સમાં કહેવાય છે કે ઘરવાળા સાથે અનેક ચર્ચા વિચારણા બાદ યુવતીની પસંદગી થઈ છે. ઋતિકની થનારી દુલ્હનને આપણે બધા જાણીએ જ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેક્ક્ન ક્રોનિકલે ઋતિક રોશનના એક નજીકના મિત્રના હવાલે અહેવાલ પ્રકાશિત કર્યો છે કે ઋતિક રોશન અને તેની એક્સ વાઈફ સુઝૈન ખાન વચ્ચેની ખાઈ પૂરાઈ ગઈ છે અને બંને પરિવારોની કોશિશો બાદ ઋતિક અને સુઝૈન ફરીથી એકવાર લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યાં છે. 


અહેવાલો મુજબ છેલ્લા કેટલાક સમયથી ઋતિક અને સુઝૈન સાથે ઘણો સમય પસાર કરે છે. બંને જૂનું પૂરાણું બધુ ભૂલીને ફરીથી એક થવા માંગે છે. કહેવાય છે કે બાળકોના કારણે ઋતિક અને સુઝૈન એકવાર ફરીથી નજીક આવ્યાં છે. ડિવોર્સ બાદથી બંને બાળકો એકસાથે  ક્યારેય માતા-પિતા સાથે રહી શકતા નહતાં. તેઓ અવારનવાર ઋતિક અને સુઝૈન સામે આ વાત કરતા હતાં. 


રાકેશ રોશને ફિલ્મ કહોના પ્યાર હૈ ફિલ્મથી ઋતિક રોશનને બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો. વર્ષ 2000માં આવેલા આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. થોડા દિવસો બાદ ઋતિકે બાળપણની દોસ્ત સુઝૈન સાથે લગ્ન કરી લીધા હતાં. કોઈક કારણોસર બંનેના સંબંધમાં તિરાડ પડી અને ત્યારબાદ બંને 2014માં સ્વેચ્છાએ અલગ થઈ ગયાં. હવે ફરીથી તેઓ લગ્નના બંધનમાં બંધાવવા માટે તૈયાર છે. જો કે આ અહેવાલ પર હજુ બંનેના પરિવાર તરફથી કોઈ કોમેન્ટ આવી નથી.