કરોડો રૂપિયાની કમાણી હોવા છતાં આજે પણ ભાડાના ઘરમાં રહે છે આ કલાકારો, કારણ છે જાણવા જેવું
બોલીવુડમાં અનેક એવા સિતારા છે જે કરોડો રૂપિયાની ફી લેવા છતાં આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે.
નવી દિલ્હી: ફિલ્મી સિતારા લગભગ પોતાની દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી ચાર્જ કરતા હોય છે. આવામાં તેમને પોતાની લાઈફ સ્ટાઈલ મેનેજ કરવામાં પણ ખુબ પૈસા ખર્ચવા પડે છે. આપણા બોલીવુડમાં અનેક એવા સિતારા છે જે કરોડો રૂપિયાની ફી લેવા છતાં આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે. આ માટે દર મહિને લાખો રૂપિયા ભાડું પણ ખર્ચે છે. જો કે ભાડા પર રહેવું એ આ સિતારાઓની કોઈ મજબૂરી નથી પરંતુ તેઓ પોતાની મરજીથી રહે છે. જાણો તેમના વિશે....
અનુપમ ખેર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે થોડા સમય પહેલા જ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે. તેમનું કહેવું છે કે તેમણે 4-5 વર્ષ પહેલા એવો નિર્ણય કરી લીધો હતો કે તેઓ પોતાની કોઈ પ્રોપર્ટી ખરીદશે નહીં. તેમણે 4 વર્ષ પહેલા શિમલામાં એક ઘર ખરીદ્યું હતું પરંતુ તે તેમની માતા માટે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube