Hrithik Roshan Ex Wife Video: બોલીવુડ એક્ટર ઋત્વિક રોશન વર્ષો પહેલાં પોતાની પત્નીથી અલગ થઇ ગયા અને હવે બંને નવેસરથી પોતાની જીંદગીની શરૂઆત કરી રહ્યા છે. જ્યાં એક તરફ ઋત્વિકનું નામ બધાની સાથે જોડાઇ રહ્યું છે, બીજી તરફ સુજૈન ખાન પણ પોતાના કથિત બોયફ્રેંડ અર્સલાન ગોની સાથે હાથમાં હાથ નાખીને મોટાભાગે સ્પોર્ટ થઇ જાય છે. તાજેતરમાં જ ફરી એકવાર સુજૈન અને અર્સલાન એક સાથે જોવા મળ્યા, પરંતુ આ વખતે સુજૈન વારંવાર પોતાના નાનકડા સ્કર્ટને સંભાળતી જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કર્ટ સંભાળતી જોવા મળી સુજૈન
સુજૈન અને અર્સલાનને તાજેતરમાં જ એક પાર્ટીમાં સ્પોર્ટ કરવામાં આવ્યા. અર્સલાન જ્યાં સિમ્પલ શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળ્યા, તો બીજી તરફ સુજૈને બ્લેક કલરના ટેન્ક ટોપ અને બ્લેક કલરનો શોર્ટ સ્કર્ટ પહેર્યો હતો. સુજૈન આ સ્કર્ટમાં ખૂબ અનકંફર્ટેબલ જોવા મળી, તો વારંવારં પાછળથી પોતાના સ્કર્ટને સંભાળતી જોવા મળી હતી અને જ્યાં સુધી તે કેમેરા સામે રહી ત્યાં સુધી તે આ કામ કરતી રહી. 

આ યૂજર્સને વોટ્સએપ પર મેસેજ કરવા માટે ચૂકવવા પડી શકે છે પૈસા



હમ સાથ-સાથે હૈ
તમને જણાવી દઇએ કે તલાક બાદ પણ સુજૈન અને ઋત્વિક સારા મિત્ર છે અને સાથે બાળકોનો ઉછેર કરે છે. એટલું જ નહી આ એક્સ કપલના એફરથી તેમને કોઇ ખાસ ફરક પડતો નથી. અહીં સુધી કે એક પાર્ટીમાં ઋત્વિક-સબા અને સુજૈન-અર્સલાન સાથે પાર્ટીમાં એન્જોય કરતા જોવા મળ્યા. ગોવામાં સુજૈન ખાને એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ઋત્વિક રોશન પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પહોંચ્યા. આ પાર્ટીમાં ચારેય એકબીજા સાથે સુંદર ફોટા પડાવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube